ભરૂચ શહેર અને જિલ્લામાં ચાઈનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં પણ દોરીનું ધૂમ વેચાણ.

0
12

ભરૂચમાં બે રોક ટોક ચાઈનીઝ દોરીની ધૂમ વેચાણ ચાલી રહ્યું છે.
એક દિવસ બાદ ઉતરાણનો તહેવાર આવતો હોવાથી શહેર અને જિલ્લામાં પતંગ સ્ટોલ અને બજારમાં ઘણીજ ભીડ જોવા મળી રહી છે.

વહીવટી તંત્ર દ્વારા ચાઈનીઝ દોરી અને ચાઈનીઝ ગુબ્બારા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.પરંતુ વહીવટી તંત્રના આદેશનું અહીંયાના વેપારીઓ જાણે કોઈ પડીજ ના હોય તેમ બે રોક ટોક જાહેરમાં અથવા તો ખાનગીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરાઈ રહ્યું છે.વહીવટી તંત્ર દ્વારા પણ ચેકિંગની વિશેષ ટિમો બનાવી હોવા છતાં પણ કોઈ ચેકીંગ હાથ ધરવામાં નહિ અવતાં વેપારીઓને ખુલ્લો દોર મળી ગયો એમ લાગી રહ્યું છે. બજારમાં વેચાતી ચાઈનીઝ દોરીથી કોઈ નિર્દોષનો જીવ જાય તો એની જવાબદારી કોની રહશે..?

અત્રે ઉલ્લેખનીય છે કે, ભવિષ્યમાં અગાઉ પણ ચાઈનીઝ દોરીના કારણે કેટલાય પક્ષીઓ તથા માણસોએ પોતાના જીવ ગુમાવ્યા છે.ત્યારે વહીવટી તંત્ર વહેલી તકે આવા લોભિયા વેપારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY