એમિટી સ્કૂલ ખાતે સ્ટુડન્ટ કાઉન્સિલનો શપથવિધિ સમારંભ યોજયો.

0
13

વિદ્યાર્થીઓમાં નેતૃત્વ જવાબદારી અને આત્મવિશ્વાસ ના ગુણોનો વિકાસ થાય તે હેતુથી એમિટી શાળાના વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા અનુભવોનું ભાથું પીરસાય છે. જેના ભાગ દરવર્ષે વર્ષે શાળાના ચાર હાઉસ લોટસ, પીકોક, સિતાર અને હોકીના કેપ્ટન અને વાઈસ કેપ્ટનની નિયુક્તિ કરાય છે. આ પસંદગી લેખિત અરજી તથા શાળા અને શાળા બહાર થતી પ્રવૃત્તિઓમાં તેમનું પ્રદાન ,જીકે ટેસ્ટ તથા રૂબરૂ મુલાકાત દ્વારા કરવામાં આવે છે. આ રીતે ચૂંટાયેલા કેપ્ટન અને વાઈસ કેપ્ટન અને તેમની જવાબદારીનો કાર્યભાર સોંપતા પહેલા તેમના શપથ લેવડાવામાં આવે છે.

12- 1- 2019ના રોજ વર્ષ ૨૦૧૯ માટે પસંદ થયેલ આવા તમામ ચીફ કેપ્ટન વાઈસ કેપ્ટન સ્પોર્ટ કેપ્ટનની શપથવિધિ સમારોહ કલરટેક્ષ ઇન્ડસ્ટ્રીઝના એચ.આર. વિભાગના જનરલ મેનેજર ડો.મહેશ વશીના મુખ્ય મહેમાન પદે યોજાઈ હતી. શાળાના ગુજરાતી માધ્યમ હેડ ગર્લ તરીકે અવની આર.બરાડ, હેડ બોય તરીકે હેત.એચ.પટેલ, અંગ્રેજી મધ્યમાંથી હેડ ગર્લ તરીકે કોમલ. પી.બુચ તથા હેડ બોય તરીકે વેદ. આર.પંડ્યા અને cbse વિભાગ માં હેડ ગર્લ તરીકે સ્તુતિ.એસ શર્મા પસંદ કરાઈ છે.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY