ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા અલભ્ય કચબાઓ બચાવવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.

0
10

ભરૂચ શહેરના એક માત્ર ઐતિહાસિક ધરોહર ગણાતા રતન તળાવ અને તેમાં રહેલા અલભ્ય કાચબાના મોતનું કારણ બનતી તેની ગંદકી દુર કરી તળાવનો વિકાસ કરવાની માંગ સાથે શહેર કોંગ્રેસના આગેવાનો દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

કોંગ્રેસ આગેવાનોએ પાઠવેલ આવેદનમાં જણાવ્યુ છે કે, શહેરના ઐતિહાસિક રતન તળાવમાં શીડ્યુલ ૧માં આવતા અલભ્ય કાચબા વસવાટ કરે છે. પરંતુ તળાવની જાળવણી ન કરાતા એક બાદ એક અલભ્ય કાચબાઓના મોત નીપજી રહ્યા છે. આ રતન તળાવના વિકાસ માટે તંત્ર દ્વારા રૂપિયા ૨૦ કરોડ ફાળવવાની વાતો પણ કરવામાં આવી હતી. આમ છતાં પણ કોઈજ કામગીરી ન થઇ હોવાના આક્ષેપ સાથે રતન તળાવના વિકાસની માંગ કરવામાં આવી હતી.

આવેદન પાઠવવા કલેકટરાલય ખાતે એકત્રીત થયેલ કોંગી અગ્રણીઓમાં શહેર પ્રમુખ વિકી શોખી,સમશાદઅલી સૈયદ,હેમેંન્દ્ર કોઠીવાલા સહિત અનેક મહાનુભવોએ ઉપસ્થીત રહી રતન તળાવના ભ્રષ્ટાચાર દુર કરી કાચબાઓના જીવ બચાવી તળાવનો વિકાસ કરવા સુત્રોચ્ચાર પણ કર્યા હતા.

ધનંજય ઝવેરી:-9978406923

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY