મળતી માહિતી અનુસાર ઇકો કારનો ચાલક અંકલેશ્વર ખાતે પોતાના કામ અર્થે ગયો હતો. તે દરમિયાન કામ પૂરું કરી પરત ફરી રહ્યા હતા.ત્યારે વાલિયા તાલુકાના રાજપરા અને રૂંઘા ગામની વચ્ચે કારમાં અચાનક આગ લાગતા જોત જોતમાં આગે વિકારણ સ્વરૂપ ધારણ કર્યું હતું.
રાહદારીઓએ ઝઘડિયા જી.આઈ.ડી.સી ના ફાયર વિભાગમાં આ ઘટનાની જાણ કરતા ફાયરફાયટારો ઘટના સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદ્ નસીબે કારમાં સવાર કાવચિયા ગામના કાર ચાલક અને અન્ય એક વ્યક્તિ સમય સુચકતા વાપરી કારમાંથી ઉતરી પડતા તેઓનો આબાદ બચાવ થયો હતો.સદર આગની ઘટનામાં કોઈને જાનહાની નહિ થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ શોર્ટ સર્કિટને પગલે લાગી હોવાનું જાણવા મળ્યું હતું.
ધનંજય ઝવેરી :-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





