યુનાઈટેડ નર્સીસ ફોરમ દ્વારા વણ ઉકેલ્યા પડતર પ્રશ્નોની રજુઆત છતાં ઉકેલ ન આવતા 16 જાન્યુઆરીથી રાજ્યની નર્સીંસ કર્મચારીઓ દ્વારા યુનિફોર્મનો બહિષ્કાર કરી સાદા રંગીન પહેવેશ પહેરીને ઉપર ખાલી એપરન પહેરીને ફરજ બજાવવા માટે હાજર રહ્યા હતા. સરકાર દ્વારા રાજયના નર્સીસને ગ્રેડ, નર્સીંગ એલાઉન્સ યુનિફોર્મ અને વોશીંગ એલાઉન્સ જેવા ખાસ ભથ્થાઓ, જીએમઈઆરએસ સેકટરના નર્સીસને સાતમા પગારપંચ લાભ જેવી અનેક બાબતોની સરકાર સમક્ષ રજુ કરેલા હોય છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા રાજ્યના નર્સીંગ સ્ટાફ દ્વારા યુનિફોર્મનો બહિષ્કાર કરીને યોગ્ય નિરાકરણ નહિ આવે ત્યાં સુધી યુનિફોર્મનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે.તથા સરકાર દ્વારા જરૂરી પગલા લેવામાં નહીં આવે તો આંદોલનને ઉગ્ર પગલા તરફ લઈ જવામાં આવશે તેવું યુનાઈટેડ નર્સીસ ફોરમના પ્રેસિડેન્ટ આઈ.એ કડીવાલા અને સેક્રેટરી ધવલ પટેલે યાદીમાં જણાવ્યું હતું.
મેડિકલ, ડેન્ટલ, ફીઝીયોથેરાપી અને અન્ય શાખાઓમાં સ્ટાઈપેન્ડમાં થયેલા ઉત્તરોતર વધારા દરમિયાન નર્સીંગ સ્ટુડન્ટના સ્ટાઈપેન્ડના વધારાની કોઈ જ કાળજી ન લેવાથી સમાન પગાર સિઘ્ધાંતનું સરકાર દ્વારા પાલન થાય એવું અનિવાર્ય છે તેમ ઉમેર્યું હતું.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





