ભરૂચ,તા.૧૮
ભરૂચના કેબલ બ્રિજ ટોલ પ્લાઝા પાસેથી ૫૨૨ પેટી વિદેશી દારૂ સહિત પોલીસે ટ્રક ચાલક અને કિલનરની ધરપકડ કરી છે. પ્લાસ્ટિકના વેસ્ટ કોથળાની આડમાં ટ્રકચાલક વિદેશી દારૂ લઈ જઈ રહ્યો હતો. જેની બાતમી પોલીસને મળી હતી. હાલ પોલીસે ૧૭ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ મામલે મળતી જાણકારી મુજબ, ભરૂચ પોલીસને પ્લાસ્ટિકના વેસ્ટ કોથળાની આડમાં લાવવામાં આવતા દારૂ અંગેની બાતમી મળી હતી. બાતમીને આધારે સ્થાનિક પોલીસની ટીમે કેબલ બ્રિજ ટોલ પ્લાઝા નજીક કડક વોચ ગોઠવતા શંકાસ્પદ ટ્રક પસાર થઇ રહી હતી. પોલીસે આ ટ્રકને અટકાવીને તપાસ હાથ ધરી હતી.
પોલીસને તપાસ દરમિયાન પ્લાસ્ટિકના વેસ્ટ કોથળાની આડમાં ૫૨૨ પેટી વિદેશી દારૂ ઝડપાતા પોલીસે ટ્રક ચાલક અને કિલનરની ધરપકડ કરી હતી અને આટલો મોટ દારૂનો જથ્થો કોના કહેવાથી ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો હતો અને કયા સ્થળે લઇ જવામાં આવી રહ્યો હતો તે અંગે તપાસ હાથ ધરી હતી.
આપને જણાવી દઇએ કે, એક તરફ ગુજરાતમાં દારૂબંધી છે ત્યારે કેટલાક અસામાજીક તત્વો દ્વારા યેનકેન પ્રકારે દારૂનો જથ્થો ઝડપાઇ રહ્યો છે ત્યારે સ્થાનિક તંત્ર સામે પણ કેટલાક સવાલો ઉભા થાય છે.
આજ રીતે ગતરોજ અરવલ્લીના શામળાજી નજીક આવેલા વેણપુર પાસેથી પોલીસે મહારાષ્ટ્ર એચ.એસ.સી. પરીક્ષા બોર્ડની સપ્લીમેન્ટરીની આડમાં સંતાડીને લઈ જવાતો વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. અરવલ્લી પોલસે ૧૩.૫૧ લાખ રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે ટ્રક અને બે શખ્સોની ધરપકડ પણ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




