અંકલેશ્વરની પ્રતિન ચોકડી પાસેની લોર્ડ પ્લાઝા હોટલ સામે આવેલી ૪ જેટલી કેબીનોમાં વહેલી સવારે આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં પ્રતિન ચોકડી નજીક લોર્ડ પ્લાઝા હોટલ સામે આવેલી ૪ જેટલી કેબીનોમાં વહેલી સવારે અચાનક આગ લાગી હતી.જો કે, આગની જાણ થતાંજ ડીપીએમસી ફાયર સ્ટેશનમાં કરવામાં આવતા બે જેટલા ફાયર બ્રિગેડ સાથે લાશ્કરો દોડી આવ્યા હતા.
કેબીન ઉપરથી પસાર થતી હાઈ ટેન્શન લાઈનનો વીજ પ્રવાહ બંધ કરાવ્યા બાદ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો હતો. આગમાં ચપ્પલ,કપડા, મોચીનું કેબીન અને એક પાનનો ગલ્લો બળીને ખાખ થઇ ગયો હતો.આ કેબીન પાસે મુકેલ અને ગેરેજમાં રીપેરીંગમાં આવેલ ૩ જેટલી બાઈકો પણ બળી ને ખાખ થઇ ગઈ હતી. જોકે આગ કોઈ અસામાજિક તત્વો દ્વારા લગાવવામાં આવી હોવાનો કેબીન ધારકોએ આક્ષેપ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ કપડાની દુકાનમાં આગ લાગી હતી ત્યારે કેબીન ધારકોએ પોલીસ તંત્ર પાસે પેટ્રોલિંગની માંગ કરી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





