ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ નાઓની સુચના મુજબ જીલ્લામાં મિલ્કત સંબંધી તેમજ વાહનચોરી ના ગુનાઓ અટકાવવા સારુ ભરુચ એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર કે.જે.ઘડુક તથા પો.સ.ઇ એ.એસ.ચૌહાણ ટીમ બનાવી આમોદ પોસ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ‘એલ.સી.બી.ના અ.પો.કો શ્રીપાલસિંહને બાતમી મળેલ કે ત્રણ ઇસમો નંબર વગરની શંકાસ્પદ ત્રણ મોટર સાયકલ લઇ વેચાણ કરવા ફરે છે અને તેઓ ગ્રાહકો શોધવા જંબુસર થી ભરુચ તરફ આવે છે અને તેઓની પાસે બે કાળા કલરની સીલ્વર સ્પ્લેન્ડર અને એક કાળા કલરનુ લાલ સી.ડી.ડીલક્ષ મોટર સાયકલ છે. જે બાતમી આધારે આમોદની સમા ચોકડી પાસે વોચમા હતા દરમ્યાન બાતમી મુજબના ત્રણ ઇસમો ત્રણ મોટર સાયકલ લઇ ને આવતા તેને રોકી લઇ તેઓને મો.સા.નો કબ્જો રાખવા બાબતે કાગળો માંગતા પોતાની પાસે નઢી હોવાનુ જણાવી ત્રણેય ગલ્લા તલ્લા મારી સંતોષોકારક જવાબ આપેલ નહી જેથી આ મો.સા. બાબતે પોકેટકોપ મોબાઇલ થી ખાત્રી કરતા આ મો.સા. ચોરી અગર તો છળકપટ કે ગુનાહીત પ્રવૃતીથી મેળવેલ હોવાનુ જણાતા આરોપીઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી આમોદ પો.સ્ટે. મા સોપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





