ભરૂચ તાલુકાના કડોદ ગામે દીપડીએ ત્રણ શખ્સો પર અચાનક હુમલો કરી ઈજા પહોંચાડી હોવાનો બનાવ બન્યો હતો. જેમાં ત્રણેવ ઈજાગ્રસ્તોને સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ઘટનામાં નદીના પટમાં ફસાયેલા દિપડીને રેસ્ક્યુ કરવા આવેલ વડોદરાની ટીમના યુવાન ઉપર દિપડાએ રેસ્કયુ દરમિયાન જ હૂમલો કરતા રેસ્કયુ કરનાર કર્મિ પણ લોહીલુહાણ થવાની ઘટના બનવા પામી હતી.
ગ્રામજનોની મદદથી આખરે દિપડીને પાંજરે પુરી નિલકંઠેશ્વર મંદિર ખાતે આવેલી રેવા નર્સરીમાં વેટનરી ડોકટરની દેખરેખમાં રખાઈ હતી.પરંતુ દીપડીનું શ્વાસ રૂંધાવાથી અથવા આઘાત લાગવાથી રાત્રીના 9 વાગ્યાના અરસામાં મોત નીપજ્યું હતું.
ફોરેસ્ટ વિભાગ દ્વારા ઝઘડિયા ખાતે મૃત દિપડાના મોતનું ચોક્કસ કારણ જાણવા તેનું પીએમ કરાવ્યા બાદ તેને અગ્નિદાહ આપ્યો હતો અને પીએમ રિપોર્ટ મેળવા તજવીજ હાથ ધરી છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




