ભરૂચ તાલુકાના કડોદ ગામ ખાતે દીપડાના આતંક સામે તેને પકડવા ગયેલ વનવિભાગ અને લોકોના ટોળા ઉપર ગિન્નાયેલા દીપડાએ વળતો હુમલો કરી પાંચ લોકોને ઘાયલ કર્યા બાદ બીજા દિવસે પાંજરે પુરાયેલા દીપડાનું મૃત્યુ થયું હતું.ત્યાર બાદ બીજા દિવસે કડોદના શેરડીના ખેતરોમાં દીપડી સહિત બે બચ્ચાઓએ દેખા દેખા આખા પંથકમાં વધુ દીપડાઓ ફરતા હોવાના અહેવાલને લઇ ખેત મજૂરી કરતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
ભરૂચની પૂર્વપટ્ટી ઉપરના ગામોમાં છેલ્લા કેટલાય સમયથી દીપડાઓ નો આતંક ઉભો થયો છે. એકલ દોકલ માણસ કે ઢોર ઢાંખર ઉપર દીપડા દ્વારા હુમલો કરવાના બનાવો પણ વધતા જાય છે. કડોદ ગામની આસપાસના વિસ્તારમાં દીપડો દેખા દેતાં લોકોની ફરિયાદના પગલે વનવિભાગની ટીમે રવિવારના રોજ દીપડાને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં ગામલોકો પણ જાડાયા હતા. ટોળાએ દીપડાને ઘેરાબંધી ઘાલતા ગભરાઈને મરણીયા બનેલા દીપડાએ ટોળા ઉપર વળતો હુમલો કર્યો હતો.જેમાં સાત લોકોને ઇજા થતા નાસભાગ મચી જવા પામી હતી. ઘટનાના પગલે વનવિભાગ અને ગામ લોકોએ દીપડાને ઝડપી પાડવાની કવાયતને વધુ સઘન બનાવી હતી. જેમાં, નદીની સામેની પારથી દીપડો ઝડપાતા તેને પાંજરામાં લવાઇ રહયો હતો. ત્યાર બાદ તેનું મોત નીપજ્યું હતું. દીપડાના મોતના પગલે હજુ તો માંડ ગ્રામજનોમાં રાહત થઇ હતી ત્યાં એક શેરડીના ખેતરમાં માદા દીપડી અને બીજા ખેતરોમાં દીપડાના બચ્ચાઓ દેખા દેતાં ફરી ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો થયો છે.
ભરૂચના પૂર્વમાં આવેલ વનવાસી વિસ્તારમાં જંગલો કાપી નાંખતા દીપડાઓ શેરડીના ખેતરોમાં આશ્રય લેય છે. પરંતુ શેરડીની કાપણીની સીઝન શરૂ થતા તે અન્ય ખેતરોમાં સ્થળાંતર કરે છે. જેના કારણે કડોદ અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલા સમયથી દીપડાઓમાં આતંક ઉભો થયો છે. અહીયાંના વિસ્તારમાં વધુ દીપડા હોવાની આશંકાને પગલે કિસાનોમાં ભયનો માહોલ ઉભો થયો છે. બીજીબાજુ અહેવાલના પગલે વનવિભાગે પણ બાકીના દીપડાઓ હોય તો તેમને પકડી પાડવા માટે પણ કવાયત હાથ ધરી છે. જેમાં સામેપારના વિસ્તારમાં કેટલીક જગ્યાએ પાંજરા મૂકી દીપડાને પકડવા માટેના પ્રયાસો થઇ રહયા છે.
ઉલ્લેખનીય છે કે દીપડાએ પાંચ જણને ઘાયલ કર્યા બાદ આ પંથકમાં દીપડાનો ડર ઉભો થયો છે. રાત, મધરાત કે એકલા આવતા જતા લોક ડરી રહયા છે.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





