મુંબઈ,તા.૨૨
મોખરાના ફિલ્મ સર્જક અનિસ બઝ્મીની ટીમ આજકાલમાં લંડન જવા રવાના થશે જ્યાં તેમની આગામી ફિલ્મ પાગલપંતીનું લોકેશન શૂટિંગ શરૃ કરવાના છે એવી જાણકારી મલી હતી.
બોની કૂપરની નો એન્ટ્રીની સિક્વલ માટે સલમાન ખાનની વાટ જાવામાં ખાસ્સો સમય વીતી ગયો એ દરમિયાન એવું લાગતું હતું કે અનિસની કારકિર્દી ધીમી પડી ગઇ છે. પરંતુ મુબારકન રજૂ થઇ ગયા પછી એ ફરી એક્ટિવ થઇ ગયા હતા અને હવે પાગલપંતીના શૂટિંગમાં બીઝી થઇ જવાના છે.
આ ફિલ્મ મલ્ટિસ્ટાર કહેવાય એવી છે. એમાં અનિલ કપૂર, જ્હૉન અબ્રાહમ, ઇલિયાના ડિક્રૂઝ, અર્શદ વારસી, પુલકિત સમ્રાટ અને કૃતિ ખરબંદા ચમકી રહ્યાં છે.
અનિસ બઝ્મીના પ્રવક્તાએે કહ્યું કે આ ફિલ્મ અગાઉની યોજના મુજબ ૨૦૨૦ના જાન્યુઆરીમાં રજૂ કરવાની હતી પરંતુ પાછળથી યોજનામાં ફેરફાર કરવામાં આવ્યો અને હવે ફિલ્મ ૨૦૧૯ના ડિસેંબરમાં જ રજૂ કરવાની છે એટલે અનિસ ફટાફટ કામે ચડી ગયા છે. લંડનનું શૂટિંગ ખાસ્સું લાંબું હશે. આ શિડયુલ દોઢ માસનું છે.
આ એક ફેમિલી એન્ટરટેઇનમેન્ટ ફિલ્મ હશે એવું પણ આ પ્રવક્તાએ કહ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



