પાલેજ, હિંગલ્લા ચોકડી વાયા ટંકરારીયા સુધીનો માર્ગ તાકિદે બનાવવાની માંગ સાથે ગ્રામજનો દ્વારા આવેદન પાઠવ્યું હતું.
સ્થાનિક રહીશોએ રોડ બનાવવા અંગે કલેકટરને આપેલા આવેદનપત્રમાં જણાવ્યા મુજબ, હાલમાં પણ પાલેજ, ટંકારીયા હિંગલ્લા ચોકડી સુધીનો રસ્તો છેલ્લા ત્રણ વર્ષથ એકદમ ખરાબ હાલતમાં છે. રસ્તાપર બે ફુટ જેટલા ઊંડા ખાડા પડેલા છે. માર્ગ પર હિંગલ્લા,પરીએજ, પારખેત, બાવા રુસ્તમ દરગાહ, ટંકારીયા, ઠીકરીયા, કંબોલી, સીમલીયા, પાલેજ જેવા ગામો આવેલા છે. તથા માર્ગ પર સ્કૂલો ધાર્મિક સ્થળો તથા નાના મોટા દવાખાનાઓ આવેલા છે. આ માર્ગ પર આવતા ગામોના લોકોને ભરૂચ શહેર તથા અન્ય શહેરમાં જવાનો આ માર્ગ મુખ્ય છે તથા ગામોના હજારો બાળકો સ્કૂલ તથા કોલેજ જવા માટેનો તથા નોકરિયાત વર્ગ, ખેડૂતો આ તમામ રસ્તાનો ઉપયોગ કરે છે.આજથી એક વર્ષ પેહલા પાલેજથી સીમલીયા ગામ સુધીનો રસ્તો માર્ગ અને મકાન વિભાગ દ્વારા કામ શરૂ કરાયેલું પરંતુ કોઈ રાજકીય કારણો સર રસ્તાનું કામ અધૂરું છોડી મુકવામાં આવેલું છે.
આ માર્ગ પર વખતોવખત ભયંકર અકસ્માતો પણ થાય છે.અને આ રોડ પર આ ત્રણ વર્ષની અંદર ત્રણ થી ચાર માણસોના મૃત્યુ પણ પામ્યા છે. સરકાર દ્વારા તાત્કાલિક હિંગલાથી પાલેજ સુધીના માર્ગનું તાત્કાલિક કામ શરુ કરવામાં નહીં આવેતો આ વિસ્તારના લોકો ઉગ્ર આંદોલન સાથે લોકસભાની ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે એવું રહીશોએ જણાવી કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




