વાલિયાના કોંઢ ગામે થી વિદેશીદારૂ નો જથ્થો ઝડપાયો 

0
286

પોલીસે ૬૭ હજાર ઉપરાંત નો જથ્થા સાથે બાઈક કબ્જે કરી

વાલિયા પોલીસે  કોઢ ગામની સીમ માં થી ૬૭ હજાર ઉપરાંત નો  વિદેશીદારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો.બુટલેગર ફરાર થઇ જતા તેને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે.

પોલીસ સૂત્રીય માહિતી મુજબ વાલિયા તાલુકાના કોંઢ ગામે રહેતો અને મૂળ નેત્રંગના ઝોખલા ગામનો જયેશ વસાવાએ સિલુડી જવાના રોડ પર એક શેરડીના ખેતર પાસે ઝાડી ઝાંખરામાં વિદેશીદારૂ નો મોટો જથ્થો સંતાડેલો હોવાની બાતમી વાલિયા પોલીસ મથક ના પીઆઇ ઝેડ,એન ઘાસુરને મળતા તેઓએ સ્ટાફ સાથે રેડ કરતા વિદેશીદારૂ નો જથ્થો મળી આવ્યો હતો જો કે બુટલેગર જયેશ વસાવા ફરાર થઇ ગયો હતો,પોલીસે સ્થળ પરથી ૬૭ હજાર ૨૦૦ ની કિંમત ના વિદેશીદારૂની ૬૭૨ નંગ બોટલ તેમજ ૨૫ હજારની કિંમતની મોટરસાઇકલ મળી કુલ ૯૨,૨૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી જયેશ વસાવા વિરૂધ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કાર્ય છે

ધનંજય ઝવેરી:-9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY