ગુજરાત સરકાર દ્વારા રાજયમાં કાર્યરત 181 મહિલા હેલ્પલાઈન મહિલાઓ માટે ખુબજ મદદગાર સાબિત થઈ છે. ચાર વર્ષના ટૂંકાગાળામાં જરૂરીયાતમંદ મહિલાઓના 5 લાખ જેટલા કોલ હેલ્પલાઈને મળ્યા છે.જેમાં ભરૂચમાં મહિલાઓના કુલ 11742 કોલ મળ્યા હતા. તેમને ટીમ દ્વારા માહીતી અને માર્ગદર્શન પૂરું પાડવામા આવ્યું હતું. જયારે મુશ્કેલીમાં મુકાયેલી 2543 મહિલાઓને રેસ્ક્યુ ઓપરેશન દ્વારા સ્થળ પર જઈને બચાવવામાં આવી હતી. મંગળવારના રોજ 181 ની ટીમ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. સાચા અર્થમાં મહિલાઓને મદદરૂપ થવા બદલ કલેકટરના હસ્તે કેક કાપી હતી.કલેકટરે 181ની ટીમને જિલ્લામાં વધું મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓને હેલ્પલાઈન દ્વારા મદદ મળી રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




