ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાં તથા નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ વિભાગ ભરૂચ ડી.પી.વાઘેલાના માર્ગદર્શન આધારે પોલીસ ઈન્સપેકટર એન.કે.ગોસ્વામીનાઓની સુચનાં મુજબ જીલ્લામાં પરોહી/ તથા જુગાર અંગેની પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા સારૂ સર્વેલન્સ સ્ટાફનાં પોલીસ માણસો પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં ત્યારે બાતમીદારથી બાતમી મળેલ કે ભરૂચ રેલ્વે સ્ટેશનથી રોટરી કલબ તરફથી એક સફેદ કલરની મારૂતિ વાન નં. જીજે-16-બીબી -8460 માં હનીફ ઉર્ફે હનન ઈમરાનશા કરીમશા દિવાને ઈંગ્લીશ દારૂનોમાલ મંગાવેલ છે.જે તેના ઘર પાસે ઉતારનાર છે.”તેવી ચોક્કસ બાતમી આધારે બે પંચોના માણસો સાથે છુટાછવાયા વોચમા ગોઠવાયેલ ગયેલા.દરમ્યાનમા એક મારૂતિ વાન આવી ઉભી રહેલી અને નજીકમાંથી એક ઇસમ ડ્રાઇવર પાસે આવી વાતચીત કરતા દરમ્યાન ઉપરોક્ત નંબરવાળી મારૂતિવાન હોય તુરત જ મારૂતિ વાન તથા ડ્રાઇવર સાથે વાતચીત કરવા આવેલ ઇસમને ઘેરી લઇ પંચો રૂબરૂ મારૂતિવાનના ચાલકને તેનું નામઠામ પુછતા એઝાઝ યુસુફ પઠાણ રહે,નરસિહપુરા,મુસાફરખાના પાછળ,ભરૂચનો હોવાનું જણાવેલ.તેમજ પકડાયેલા બીજા ઇસમનું નામઠામ પુછતા હનીફ ઉર્ફ અનુ ઇમરાનશાં કરીમશાં દીવાન રહે, મારવાડી ટેકરો, રોટરી કલબ પાછળ, ભરૂચ નાનો હોવાનું જણાવેલ.તેઓ બંનેને સાથે રાખી તેઓની મારૂતિવાનમાં પંચો રૂબરૂ ઝડતી તપાસ કરતાં ગે.કા.નો વગર પાસ પરમીટનો પરપ્રાંતીય અને પરતીબંધીત આલ્કોહોલીક ઈગ્લીશ દારૂની બોટલ નંગ ૮૧૬ કી.રૂ.૮૧,૬૦૦/- તથા મોબાઇલ કી.રૂ.૩૦૦/- તથા મારૂતિવાનની કી.રૂ ૧,૦૦,૦૦૦/- મળી ફુલ કી.રૂ ૨,૦૧,૧૦૦/- નો મુદામાલ મળી આવેલ હોય જેથી તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. આરોપી: (૧) હનીફ ઉર્ફે અન્ન ઇમરાનશાં કરીમશાં દીવાન રહે, મારવાડી ટેકરો, રોટરી કલબ પાછળ, ભરૂચ (૨) એઝાઝ યુસુફ પઠાણ રહે,નરસિહપુરા,મુસાફરખાના પાછળ,ભરૂચ (૩) (વોન્ટેડ) રાહુલ કિશોરભાઈ કાયસ્થ રહે- સ્વામીનારાયણ મંદીર પાસે ભરૂચ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



