ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રારાજેન્દ્રસિંહ ચુડાસમાઓ તરફથી જિલ્લામાં દારૂ – જુગાર સદંતરપણે નાબુદ કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર જે.એન.ઝાલાના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.એસ.ચૌહાણ તથા એલ.સી.બી. ની ટીમ જંબુસર પો.સ્ટે વિસ્તાર મા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથેના આ.પો.કો મહીપાલસિંહને મળેલ બાતમી આધારે જંબુસરમા અજમેરી નગરીમાંથી જુગારધારાનો કેસ શોધી કાઢી પાંચ આરોપીઓને પકડી પાડેલ છે.
પકડાયેલ આરોપીઓના નામ-
(૧) ઇલ્યાસ ઉર્ફે ઇલુ યાકુબ ઇબ્રાહીમ પટેલ રહે. જંબુસર અમનપાર્ક સોસાયટી તા.જંબુસર જી.ભરૂચ(૨) સીરાજ ઉર્ફે ભુરીયો જહીરૂદ્દીન સૈયદ રહે. ‘-બુસર કસ્બા એસ.ટી.ડેપો પાછળ તા.જંબુસર જી.ભરૂચ(૩) ઇમરાન યુસુફ અહેમદ પટેલ રહે.નુરાની સોસાયટી મકાન નં ૩૫ એસ.ટી.ડેપો પાસે જંબુસર જી.ભરૂચ(૪) રમેશ ઉર્ફે તેતર મેલાભાઇ ઠાકોર રહે. અણખી ભાગોળ ભાથીજી મંદીર પાસે જંબુસર જી.ભરૂચ(૫) મહમંદ સલીમ ઉરે
સાગવાન ગુલામ મહમંદ હસુ મલેક રહે. મદીના મસ્જીદ પાછળ તલાવપુરા જંબુસર જી.ભરૂચ
જપ્ત કરેલ મુદ્દામાલ
(૧) અંગ ઝડતીના રોકડા રૂ ૨૦,૨૦૦/- (ર) દાવ ઉપરના રોકડા રૂપીયા ૫૦૫૦/- (૩) મોબાઇલ નંગ-૩ કિં રૂ ૧૫૦૦/- મળી કુલ મુદ્દામાલ રૂ ૨૬,૭૫૦/- નો મુદ્દામાલ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





