અપહરણ કરનાર આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

0
30

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ યુડાસમાએ નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અંગે આપેલ સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ જીલ્લામાં નાસતા ફરતા આરોપીઓને હસ્તગત કરવા તથા મિંસીગ ગુમ વ્યક્તિઓ શોધી કાઢવા અંગે અવાર નવાર ડ્રાઇવો રાખી ટીમ બનાવી ચક્રો ગતિમાન કરેલ જે પૈકી પોસઇ એ.એસ.ચૌહાણ તથા પોસઇ વાય.જી.ગઢવીની ટીમ દ્વારા અંકલેશ્વર શહેર પો.સ્ટે. ગુ.ર.નં ૧૧/૨૦૧૮ ઇ.પી.કો.કલમ ૩૬૩,૩૬૬ મુજબના કામે મિંસિંગ અપહ્યત બાળકીને તથા તેનુ અપહરણ કરનાર આરોપી દિપકભાઇ શાંતુભાઇ વસાવા હાલ રહે.માંડવા ગામની સીમમાં તા.અંકલેશ્વર જી.ભરૂચ મુળ રહે. બી/૩ સરકફુદ્દીન (જળકુંડવાળુ) નિશાળ ફળીયુ,જી. ભરૂચનાઓને પકડી પાડેલ છે અને આગળની વધુ તપાસ તથા કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર પોલીસ સ્ટેશનમાં સોપવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY