વાપીના વીઆઈ હોલ ખાતે હર્ક્યુલસ જિમ અને સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડ દ્વારા સેકન્ડ સાઉથ ગુજરાત બોડી બિલ્ડિગ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં 120 પુરુષો અને 5 મહિલાઓએ ભાગ લીધો

વાપી અને ભરૂચ ખાતેના હર્ક્યુલસ જીમના માલીક અને સ્પોર્ટ્સ ફેડરેશન વાપી વલસાડના જનરલ સેક્રેટરી અસ્ફાક રાણા દ્વારા સતત ચોથી વાર વાપી ખાતે વીઆઈ હોલમાં બોડી બિલ્ડિગ સ્પર્ધાનું સફળ આયોજન કર્યું હતું રવિવારે યોજાએલી બોડી બિલ્ડિગ સ્પર્ધામાં ભરૂચ,વાપી, વલસાડ,સુરત, દમણ, સેલવાસ, ઉમરગામ ના કુલ ૧૨૦ જેટલાં બોડી બીલ્ડર્સ ભાઈઓ અને ૫ જેટલી બહેનોએ ભાગ લીધો હતો.જેમાં 55 થી 85 કિલો વજન ધરાવતાં યુવકોએ પોતાના
કસાયેલા શરીરને પ્રદર્શિત કર્યું હતું.
ભરૂચ અને વાપીના હર્ક્યુલસ જિમના માલીક અસ્ફાક રાણા પોતે પણ બોડિબિલ્ડિગ સ્પર્ધામાં માસ્ટર મિસ્ટર ઇન્ડિયા રનર્સ અપ અને 5 વર્ષ મિસ્ટર ગુજરાત રહ્યા છે.આ કાર્યક્રમ નો મુખ્ય હેતુ સમાજમાં વ્યસનમુક્તિ અને ફિટનેશ માટે જાગૃતિ વધે તે હેતુ અર્થે કર્યો હોવાનું જણાવ્યું હતું.
બોડી બિલ્ડીંગ સ્પર્ધામાં મુખ્ય મહેમાન તરીકે એફ.સી.જી કંપનીના ડિરેક્ટર દિલીપ પટેલ ,નવીન પટેલ ,હિરેન પટેલ અને આમંત્રિત મહેમાન તરીકે આસિસ્ટન્ટ સેક્રેટરી એશિયન બોડી બિલ્ડિગ એન્ડ ફિઝીક સ્પોટ્સ ફેડરેશન એન્ડ WBPF ચેતન પાથરે , વીઆઇના પ્રમુખ પ્રકાશ ભદ્રા, જનરલ સેક્રેટરી સતીશ પટેલ,વેસ્ટ જોન બોડી બિલ્ડરના ઉપપ્રમુખ, વાપીના અનાવિલ અગ્રણી જવાહર દેસાઈ, જ્ઞાનગંગા સ્કૂલના ફાઉન્ડર સંદીપ પટેલ, ડીએમસીના માજી પ્રમુખ સૌકત મીઠાની તથા અસ્પી દમણિયા હાજર રહ્યા હતા, કાર્યક્રમના સ્પોન્સર તરીકે સંવેદના હોસ્પિટલ ,હોટેલ ઓરેન્જ, અવતાર ન્યુટ્રીશન ,પમ્પઅપ ન્યુટ્રીશન અને મૂન સ્ટાર હતા. મીડિયા પાર્ટનર તરીકે વાપી ટુડે ન્યૂઝ રહ્યું હતું ,વિજેતાઓને ચેક, ટ્રોફી અને પ્રોટીન્સ આપવામાં આવી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





