ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ પોતાની પ્રજાલક્ષી કામગીરીના કારણે ભરૂચના લોકલાડીલા ધારાસભ્ય માનવામાં આવે છે. પાછલી ૩ ટર્મ થી ચૂંટણી જંગ જીતનાર ધારાસભ્યએ ભરૂચની જનતાનું પણ દિલ જીત્યું છે ત્યારે તેમના જન્મદિવસને વધાવી લેવા ભરૂચ શહેરમાં આજે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતાં.

ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલે જન્મદિનની ઉજવણી પ્રથમ પાંજરાપોળ ખાતે ગૌ-પૂજાપાઠ કરીને અને સ્કૂલના નાના બાળકો તથા તેમના સમર્થકો સાથે કેક કાપી હતી.ત્યાર બાદ ભરૂચના દાંડીયાબજાર વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોને આયુષ્યમાન કાર્ડનું વિતરણ પણ કર્યું હતું. બીજી તરફ સિવિલ હોસ્પિટલમાં ચાલતાં ડાયાલીસીસ સેન્ટરના 80 લાખના ખર્ચે નવીનીકરણ કરીને ૭ આધુનિક ડાયાલીસીસના ઇલેક્ટ્રોનિકસ બેડ અને ટીવી મ્યુઝીક સાથેનું અત્યાધુનિક ડાયાલીસીસ સેન્ટરનું લોકાર્પણ કરીને દર્દીઓ માટે ખુલ્લું મુકવામાં આવ્યું હતું.ત્યાર બાદ કલેકટર ઓફિસ પાસેના સર્કલ પર સકલ્પચરનું અનાવરણ પણ કર્યું હતું.
આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને સભ્યો પણ ખાસ ઉપસ્થિત રહી પોતાના ધારાસભ્ય ના જન્મ દિવસને તેમની જિંદગીનો યાદગાર જન્મ દિવસ કરવાના પ્રયત્નના સાક્ષી બન્યા હતા.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






