છેલ્લા છ વર્ષમાં એસીબીએ દક્ષિણ ગુજરાતમાં લાંચ લેતા કુલ ૨૫૧ લાંચીયાઓને ઝડપી પાડ્યા

0
6

સુરતમાં ઝડપાયેલા કુલ ૭૯ કેસોમાં સૌથી વધુ સુરત મહાનગરપાલિકાના ૨૯ લાંચીયા કર્મચારીઓ પકડાયા
સુરત, તા.૬

દક્ષિણ ગુજરાતમાં હરણફાળગતિએ પ્રગતિ કરી રહ્યું છે. તેવી જ ગતિએ દક્ષિણ ગુજરાતમાં કેટલાક સરકારી કર્મચારીઓ ભ્રસ્ટાચાર કરી રહ્યા છે. સરકારી કચેરીઓમાં ગાંધી છાપ ચલનનું મુલ્ય વધી રહ્યું હોય તેમ લાંચ રૂસ્વત શાખાની સુરત એકમએ પાછલા છ વર્ષમાં જુદી -જુદી શાખામાંથી ૨૫૧ જેટલા ભ્રષ્ટ અને લાંચીયા કર્મચારીઓને પકડી પાડ્યાં હતા. જેમાં લાંચ મેળવવામાં દક્ષિણ ગુજરાતમાં છ વર્ષમાં સુરત શહેરના ૭૯ જેટલા કેસો પૈકી સુરત મહાનગરપાલિકાના જ ૨૯ લાંચીયા કર્મચારીઓને ઝડપાયાના કેસ નોંધાઇ ચુક્યાં હોવાથી આ ખાતું સૌથી ભષ્ટ વિભાગ હોવાનું એ. સી. બી.ના ચોપડે નોંધાયું છે.
જ્યારે સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લાંચ રૂશ્વત શાખાએ ૨૦૧૮ના ૧૨ મહિનામાં જ ૬૧ જેટલા ભ્રષ્ટચારના કેસો નોંધાયા હતા. જેમાં સૌથી વધારે એક જ વર્ષમાં કૃષી અને સરકારી વિભાગના ૨૬ લાંચીયા કર્મચારી વિરુદ્વ કેસ નોંધાયા હતા અને આ જ વર્ષમાં મોટી રકમ મેળવવા મોટા માથા દ્વારા લાંચ મેળવવા પ્રકરણમાં સુરત ભાજપના મહિલા કોર્પોરેટર રૂ. પાંચ લાખની લાંચમાં એ. સી. બી.ના હાથે ઝડપાયા હતા. તેવી જ રીતે સુરત કલેક્ટર હસ્તકના મામલતદાર રૂ. સાત લાખની રકમમાં તથા તાપી જીલ્લાના વ્યારા ખાતે પોલીસમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર પણ રૂ. પાંચ લાખની માતબર રકમ સાથો – સાથ નવસારીનો પોસ્ટર આસીસ્ટન્ટ પણ રૂ. પાંચ લાખની મોટી રકમની લાંચ મેળવ્યા હોવાના મોટા માથા સામેના લાંચના કેસ નોંધાતા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લાંચીયા કર્મચારીઓમાં સનસની મચી જવા પામી હતી.
આ અંગે લાંચ રૂશ્વત શાખાના સુરત એકમ પાસેથી વિસ્તૃત પ્રાપ્ત થતી માહિતી અનુસાર સુરત શહેર ડાયમંડ અને ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે બાંધકામ ક્ષેત્રે પણ વિકસીત થતા તેની સાથો – સાથ સુરત ગ્રામ્ય સહિત નવાસારી, તાપી, વલસાડના આ દક્ષિણ ગુજરાત શહેરો પણ પ્રગતિના પંથે પ્રગતિ કરી રહ્યાં છે. જેથી લોકોને અવાર – નવાર કામકાજ અર્થે સરકારી કચેરીઓ આવતા જતા હોય છે. જેમાં શહેરીજનોના સરકારી કાર્યોમાં નાની – મોટી ભૂલો કાઢી કેટલાક ભષ્ટ સરકારી કર્મચારીઓ લોકો પાસે યેનકેન પ્રકારે લાંચ મેળવતા હોય છે. ગુજરાત સરકારના કોઇ પણ ખાતામાં ભલે એ પછી પોલીસ વિભાગ હોય કે, રેવન્યુ પરંતુ સરકારી કર્મચારીઓની પ્રથમ પસંદગી દક્ષિણ ગુજરાત તરફ જ હોય છે. કેટલાક ભ્રષ્ટ કર્મચારીઓ યેનકેન પ્રકારે પુન ઃ દક્ષિણ ગુજરાતમાં તેમની બદલી કરાવી લઇ સારી પોસ્ટ ઉપર બિરાજમાન થઇ જતા હોય છે, અને આવા કર્મચારીઓના સંપર્કમાં તેમની ઓફિસે કામકાજ અર્થે આવતા નિર્દોષ લોકોને ભોગ બનતા હોય તેમ લાંચીયા કર્મચારી રીતસરના નાની – મોટી ક્વેરી કાઢી હેરાન પરેશાન કરી યેનકેન પ્રકારે લાંચ મેળવતા હોવાની જાણ કેટલાક જાગૃત્ત અને ત્રાહિમામ પોકારી ગયેલા લોકો લાંચરૂશ્વત વિભાગનો સંપર્ક કરતાં હોવાથી લાંચીયા કર્મચારીઓને ઝડપી પાડવા અતિ – આધુનિક સજ્જ થયેલ લાંચ રૂશ્વત શાખાના અધિકારીઓએ સરકારી જુદા – જુદા ખાતામાં છટકુ ગોઠવી પાછલા છ વર્ષમાં સુરત ગામ્યમાંથી ૩૮, તાપી જિલ્લામાં ૪૦, નવસારી ૩૪, વલસાડ જીલ્લામાંથી ૬૦ તથા સુરત શહેરમાંથી ૭૯ લાંચીયા મળી પાછલા છ વર્ષમાં કુલ ૨૫૧ જેટલા ભ્રષ્ટ કર્મચારીઓને ઝડપી પાડ્યાં હોવાનું તથા પાછલા છ વર્ષના સમયગાળા દરમિયાન સૌથી વધારે સુરત મહાનગરપાલિકાના ૨૯ જેટલા લાંચીયા કર્મચારીઓ એ. સી. બી.એ ઝડપાયા હોવાથી આ શાખા સૌથી ભ્રષ્ટ વિભાગ હોવાનું સુરત એકમના એ. સી. બી. શાખાના ચોપડે નોંધાવ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં પાછલા છ વર્ષમાં લાંચીયા કર્મી વિરુદ્વ એ. સી. બી. શાખાએ વિવિધ કેસો કર્યા હોવા છતાં લાંચીયા અને ભ્રષ્ટ કર્મચારીઓ યેનકેન પ્રકારે લાંચ લેવાનું છોડતા ન હોય તેમ વિતિ ગયેલા ૨૦૧૮ના ૧૨ મહિનામાં જ એ. સી. બી. એ ૬૧ જેટલા કેસ નોંધાયા હતા. જેમાં વલસાડ અને ડાંગ, સુરત ગ્રામ્ય અને તાપીમાં એ .સી. બી. પોલીસ સ્ટેનમાં ગુજરાત રાજ્ય જમીન વિકાસ નિગમ લિમીટેડ (જી. એલ. ડી. સી.)ના અધિકારી, કર્મચરાઓ તેમજ તેમના મળીયાતા કોન્ટ્રાક્ટરો, ગેંગલીડરો દ્વારા ખેત, તલાવડી, પાંણીની ટાંકી અને સીમ તલાવડીમાં કૌભાંડ આચરી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર નો કરેલ કેસમાં ખેત તલવડી ના બનાવેલ તેના ૧૭, પાણીના ટાંકાના બનાવેલ તેના ૫ અને સીમ
આભાર – નિહારીકા રવિયા તલાવડીના બનાવેલ ૪ મળી કુલ્લે ૨૬ જેટલા લાંચીયા કર્મચારી વિરુધ્ધ એ. સી. બી. એ કેસ નોંધતા આ શાખા એક જ વર્ષમાં ભષ્ટાચારમાં બીજા નંબરે નોંધાઇ હોવાનું એ. સી. બી. શાખાએ જણાવ્યું હતું.
સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાત નહી પરંતુ સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચાવનાર અને ખુદ શાસક પક્ષ ભાજપમાં પણ હટકંપ મચાવનાર સુરત ભાજપની મહિલા કોર્પોરેટર મીનાબેન દિનેશભાઇ રાઠોડ, તથા તેમના સાથી દિનેશભાઇ રાઠોડ, હરેશ નારાણ વાઘામસીને સુરત એ. સી. બી. ના પોલીસ ઇન્સ્પેક્ટર સી. એમ. જાડેજાએ ગેરકાયદેસર બાંધકામ બાબતે રૂ. પાંચ લાખની માત્તબર રકમની લાંચ પેટે ઝડપી પાડ્યાના બનેલા ૨૦૧૮ના વર્ષના બનેલા બનાવમાં સમગ્ર ગુજરાતમાં સનસનાટી મચી જવા પામી હતી અને હાલમાં આ લાંચ કેસની ચાર્જસીટ કરી દેવામાં આવી હોવાનું એ. સી . બી.ના મદદનીશ પો.કમિ. પરમારએ જણાવ્યું હતું. તેવીજ રીતે સુરત જીલ્લા કલેક્ટર કચેરી હસ્તકની ખાતામાં મામલતદાર વર્ગ ૨ ના રાજેન્દ્રકુમાર ફતેસિંહ ચૌધરી તથા એક ખાનગી વ્યÂક્ત નરેશકુમાર બંસીલાલ ખટીક મળી રૂ. ૭ લાખની માત્તબાર રકમની ૨૩મી ઓક્ટોબર ૨૦૧૮માં કેસ હાલમાં એ. સી. બી.માં પી. આઇ. તરીકે રહેલા સી. કે. પટેલએ ઝડપી પાડી ચાર્જસીટ કરી દેતા કલેક્ટરના લાંચીયા કર્મચારીઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
જ્યારે ભ્રષ્ટકર્મચારીઓમાં મહાનગરપાલિકા બાદ પોલીસ ખાતાના તાપી જિલ્લામાં વ્યારા ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર વર્ગ – ૩ની પોસ્ટ ઉપર રહેલ સંપત સીતારામ મહામુનકરને વ્યારા એ. સી. બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર વી. એ. દેસાઇએ રંગેહાથ રૂ. પાંચ લાખની મસમોટી રકમ સાથે લાંચ લેતા ઝડપી પાડ્યો હતો. તેવી જ રીતે નવસારી જીલ્લામાં સુરત એ. સી. બી. શાખાના પી. આઇ. સી. કે. પટેલે પોસ્ટલ આસીસ્ટન્ટ વર્ગ – ૩ના જગદીશ ખંદુપટેલ (ઉ. વ. ૪૨) અને નિલેશ છગન પટેલ તથા ધનશ્યામ શાંતિલાલ પટેલનાઓને પણ રૂ. પાંચ લાખની મોટી રકમ સાતે મોટા માથા લાંચ સ્વીકારતા રંગેહાથ લાંચ રૂશ્વત શાખા દ્વારા ઝડપી પાડવાના બનેલા બનાવની સુરત શહેર સુરત ગ્રામ્ય, તાપી, નવસારી અને વલસાડ જીલ્લામાંથી ૨૦૧૮માં એક વર્ષ દરમિયાન જ મનપા, પોલીસ, સિચાઇ, ગ્રામ્ય પંચાયત જેવી સરકારી વિભાગ સહિત ખાનગી મળી બાર મહિનામાં જ જુદા જુદા ૬૧ જેટલા ભ્રષ્ટ કર્મચારીઓ – લાંચીયાઓને એ. સી. બી.ના છટકામાં પકડાયા હોવાનું તથા સમગ્ર દક્ષિણ ગુજરાતમાં એક વર્ષમાં પોલીસ વિભાગ દ્વારા લાંચ મેળવવાના બનાવના છટકામાં આઠ જેટલા પોલીસ કર્મીઓ ઝડપાતા આ વિભાગ ગત એક વર્ષના ભ્રષ્ટાચાર બાબતે કૃષી અને સરાકરી વિભાગ પછી બીજા નંબરે આવ્યો હોવાનું ખુદ એ. સી. બી.ના ચોપડે સ્પષ્ટ પણે નોંધાયું છે.

દક્ષિણ ગુજરાતમાં લાંચના પાછલા છ વર્ષના કેસ

લાંચ રૂશ્વત ખાતુ વર્ષ :-
લાંચરૂશ્વત ૨૦૧૩ ૨૦૧૪ ૨૦૧૫ ૨૦૧૬ ૨૦૧૭ ૨૦૧૮ કુલ
સુરત શહેર – ૧૩ ૧૧ ૧૭ ૧૫ ૮ ૧૫ ૭૯
સુરત ગ્રામ્ય – ૯ ૧૦ ૪ ૪ ૩ ૮ ૩૮
તાપી – ૫ ૫ ૫ ૬ ૩ ૧૬ ૪૦
નવાસારી – ૮ ૭ ૬ ૪ ૩ ૬ ૩૪
વલસાડ – ૮ ૮ ૧૦ ૧૨ ૬ ૧૬ ૬૦
કુલ :- ૨૫૧

પાછલા છ વર્ષમાં દક્ષિણગુજરાતમાંથી વિવિધ વિભાગમાંથી ૨૫૧ જેટલા લાંચીયા ભ્રષ્ટ કર્મચારીઓ ઝડપાયા હતા.

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં લાંચ રૂશ્વત મેળવવાના ગયા વર્ષના ૧૨ મહિનામાં જ ૬૧ ભ્રષ્ટ કર્મચારી વિરુદ્વ ના નોંધાયેલા કેસોમાં પ્રથમ કૃષી અને સહકાર વિભાગ આવ્યો હોવાનું તથા લાંચ મેળવવામાં ૧૨ મહિનામાં આઠ લાંચીયા પોલીસ કર્મચારીઓ વિરુદ્વ કેસ નોંધાયા હોવાથી આ ખાતુ લાંચ પ્રકરણમાં બીજા નંબરે નોંધાયું હતું.

પાછલા ૧ર મહિનામાં ૬૧ લાંચના ગુનાઓના ખાતાવાઇઝ :-
ખાતુ કુલ કેસ
૦૧. ગૃહ ખાતુ ૦૮
૦૨. એસ. એમ. સી. ૦૬
૦૩. પંચાયત ૦૪
૦૪. સેલટેક્ષ ૦૧
૦૫. મહેસુલ ખાતુ ૦૪
૦૬. નાણાં ખાતુ ૦૧
૦૭. ફ્રુડ અને ડ્‌ર્‌ગ્સ વિભાગ ૦૧
૦૮. એસ. ટી. વિભાગ ૦૧
૦૯. માઇન્સ અને મીનરલ વિભાગ ૦૧
૧૦. ખાનગી વ્યક્તિઓ ૦૩
૧૧. કૃષી અને સહકાર વિભાગ ૨૬
૧૨. કેન્દ્ર સરકાર ૦૫

કુલ ૬૧

સુરત શહેર લાંચ રૂશ્વત વિભાગએ સુરત શહેરમાંથી લાંચ મેળવવાના ગયા વર્ષ ૨૦૧૮ના ૧૨ મહિનામાં ૧૫ જેટલા ભ્રષ્ટ કર્મચારીઓને ઝડપી પાડતા જેમાં પણ સૌથી વધારે સુરત મહાનગરપાલિકાના સાત અને પોલીસ ખાતાના ૨ કર્મીઓ વિરુદ્વ ગુનાઓ નોંધાયા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY