દોધનવાડી બ્રિજ પાસે વરસાદ ને કારણે ખાડીમાં પાણીનું વહેણ વધ્યું, ડાયવર્ઝન ની કામગીરી માં વિલંબ નર્મદા જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન 40.6 મિ.મિ.વરસાદ

રાજપીપળા : નર્મદા જિલ્લામાં છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ ની હેલી જોવા મળી રહી છે, વરસાદ સતત પડી રહ્યો છે અને રોજ સવાર થી સાંજ સુધી સતત વરસાદ પડતા જન જીવન પર ભારે અસર જોવા મળી છે, ખેડૂતોની પણ ચિંતા વધી છે, છેલ્લા ૨૪ કલાાક દરમિયાન નાંદોદ તાલુકામાં- 48 મિ.મિ., દેડિયાપાડા તાલુકામાં- 36 મિ.મિ., સાગબારા તાલુકામાં- 40 મિ.મિ., તિલકવાડા તાલુકામાં- 36 મિ.મિ. અને ગરૂડેશ્વર તાલુકામાં 43 મિ.મિ. મળી જિલ્લાનો કુલ 203 મી .મી .વરસાદ નોંધાયો, જે વરસાદને પગલે નર્મદા જિલ્લામાં રસ્તાઓનું પણ મોટાપાયે ધોવાણ થયું હતું ડેડીયાપાડા માર્ગ મકાન વિભાગે તાત્કાલિક ટીમો દોડાવી છે જેમાં દોધનવાડી નાલ પાસે નાળું તૂટેલું હતું જેનું ડાયવર્ઝન બનાવ્યું, સાથે પાંજરીઘાટ અને અન્ય ગામોને જોડતા રોડોના પેચવર્ક પણ લગાડ્યા પરંતુ સતત વરસતા વરસાદ ને કારણે આ રોડ અને ડાઇવર્ઝનો પુન ધોવાઈ ગયા.જેને કારણે 10 જેટલા ગામો પુનઃ સંપર્ક વિહોણા બન્યા છે.

દોધનવાડી નાલ ગામ વચ્ચે પ્રથમ વરસાદમાં બ્રિજ તૂટી જતા બે દિવસમાં ડાઈવર્ઝન બનાવી વાહન વ્યવહાર ચાલુ કરાયો પણ વરસાદ પુનઃ આવતા આ ડાયવર્ઝન બીજીવાર ધોવાઈ ગયું, હાલ છેલ્લા 5 દિવસથી એક ધારો વરસાદ ચાલુ હોય ખાડીમાં ડાઈવર્ઝન બનાવવામાં મુશકેલી ઉભી થઇ રહી છે. જોકે પાણી ઓછું થાય ત્યારે આ ડાયવર્ઝન શરૂ થાય એમ છે ત્યારે હાલ વરસાદને કારણે 10 થી વધુ ગામો નો સંપર્ક તૂટ્યો છે જેથી આ રોડ ચાલુ કરવા માર્ગ મકાન વિભાગ દોડધામ કરી રહયા છે.
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




