વાલીયા તાલુકાના પીઠોર ગામ માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
16

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી દારૂ/જુગાર ની બદી અટકાવવા સારૂ ડ્રાઇવ રાખવામા આવેલ છે.જે અનુસંધાને એલ.સી.બી ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો પેટ્રોલિંગમાં હતા દરમ્યાન પો.કો. દિલીપભાઇ ચંદુભાઇને બાતમી હકીકત મળેલ કે વાલીયા તાલુકાના પીઠોર ગામે મહેન્દ્રભાઇ જામોલભાઇ વસાવા તથા તેમનો પુત્ર સુનિલભાઇ મહેન્દ્રભાઇ વસાવા નાઓ ભારતીય બનાવટનો વિદેશી દારૂનું વેચાણ કરે છે જે મળેલ બાતમી આધારે પ્રોહી.ગુના અંગે રેડ કરતા મહેન્દ્રભાઇ જામોલભાઇ વસાવા ના મકાન માંથી ભારતીય બનવાટના વિદેશી દારૂ તથા બીયરની અલગ અલગ બ્રાંડની કુલ બોટલ નંગ-૬૨૬ જેની કિં.રૂ.૬૫૦૦૦/-નો કબ્જે કરી મહેન્દ્રભાઇ જામોલભાઇ વસાવા નો મળી આવતા તેને અટક કરી કાયદેસર કાર્યવાહી કરી તથા તેના પુત્ર સુનિલભાઇ મહેન્દ્રભાઇ વસાવા તથા દારૂનો જથ્થો આપનાર હરેશભાઇ રાજુભાઇ વસાવા રહે-ડહેલી તા-વાલીયા નાઓને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરૂધ્ધ વાલીયા પો.સ્ટે.માં ગુનો રજીસ્‍ટર કરાવવામાં આવેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY