ભુજ કચ્છ: હાલમાં થોડા સમયથી ભુજ શહેરના અલગ-અલગ વિસ્તારમાં રાત્રીના ભાગે કોલોની તથા જુદા-જુદા એપર્ટમેન્ટોના પાર્કિંગમાં પાર્ક થયેલ વાહનોમાંથી પેટ્રોલ ચોરી થતી હોવાની તથા ભુજ શહેર વિસ્તારમાંથી સમયાંતરે મોટર સાયકલોની ચોરી થતી હોવાની હકીકત પોલીસ અધિક્ષક એમ.એસ.ભરાડા પશ્ચિમ કચછ-ભુજનાઓના ધ્યાને આવતા આવી ચોરીઓ કરતા ઇસમોને શોધી પકડી પાડવા માટે પોલીસ અધિક્ષક સાહેબની સુચનાથી આજરોજ એલ.સી.બી., ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. પોલીસની એક ટીમ ભુજ ટાઉન વિસ્તારમાં આવા ઇસમોને શોધવા પેટ્રોલીંગમાં તથા વાહન ચેકિંગમાં હતી તે દરમ્યાન બાતમી હકીકત આધારે ભુજ જિલ્લા ઉધોગ કેન્દ્ર સર્કલ પાસે વાહન ચેકીંગ દરમ્યાન ભુજ જયુબીલી ગ્રાઉન્ડ તરફથી માધાપર બાજુ આવતા બે આધાર પુરાવા વગરની મોટર સાયકલ પર ત્રણ ઇસમો (૧)કાનજી વાલજી આહિર, ઉ.વ.રર, રહે.જુની ધાણેટી, તા.ભુજ (ર) દિનશે પેથાભાઇ આહિર, ઉ.વ.૨૨, રહે.અરૂણદય એપાર્ટમેન્ટ, બીજા માળે, હોસ્પીટલ રોડ, ભુજ, મુળ રહે. ગામ-ટકરવા, તા.ભચાઉ, તથા (૩) શીવભદ્રસિંહ ઉર્ફે શીવમ મહેન્દ્રસિંહ જાડેજા, ઉ.વ.૧૯, રહે.અરૂણદય એપાર્ટમેન્ટ, બીજા માળે, હોસ્પીટલ રોડ, ભુજ, મુળ રહે. ગામ-નાની ચીરઇ, યશોદા ધામ, તા.ભચાઉવાળાઓ પેટ્રોલ લી.૪૦ સાથે મળી આવતા બે મોટર સાયકલ કિ.રૂા.૫૦,૦૦૦/- તથા પેટ્રોલ લી.૪૦, કિ.રૂા.૨,૬૦૦/- તેમજ ત્રણ મોબાઇલ ફોન કિ.રૂા.૧૫,૫૦૦/- એમ કુલે રૂા.૬૮,૧૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડેલ આ મોટર સાયકલ પૈકી એક હીરો કં૫નીની ડીલક્ષ મોટર સાયકલ નં.જીજે-૧૨-બીએસ-૪૧૮૬ વાળી ભુજ શહેર બી ડીવી. પો.સ્ટે.ના ગુના કામે તથા હોન્ડા કંપનીની ડ્રીમ યુગા મો.સા.નં.જીજે-૦૩-એચ.એમ-૧૨૪૮ વાળી ભુજ શહેર એ ડીવી. પો.સ્ટે.ના ચોરીના ગુનામાં ચોરાયેલ હોઇ તથા આ ઇસમો તા.૦૯/૦૨/૧૯ ના હોસ્પીટલ રોડ પરથી કતીરા ઇમેજીંગ સેન્ટરની સામેથી સ્પેલન્ડર મો.સા.નં.જીજે-૧૨-એપી-૮૫૦૭ વાળીની ચોરી કરી ન્યુ લોટસ કોલોની બાજુ મુકી આવેલ હતા તથા દરરોજ રાત્રીના ભુજ શહેર વિસ્તારમાં જુદી-જુદી કોલોનીમાં તથા એપાર્ટમેન્ટો નીચે પાર્ક થયેલ બાઇકોમાંથી પેટ્રોલ ચોરી કરી સસ્તામાં હાઇવે રોડ ઉપર રાહદારી ગ્રાહકોને વેંચી નાખતા હતા અને તેઓ પાસેથી પકડાયેલ પેટ્રોલનો જથ્થો પણ ભુજ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાંથી રાત્રીના ભાગે બાઇકોમાંથી ચોરી કરી એકઠો કરેલ છે, અને માધાપર હાઇવે બાજુ વેંચવા જતા હતા તેવી કેફીયત આપેલ છે.આ મુદામાલ તથા આ ઇસમોને આગળની કાર્યવાહી માટે ભુજ શહેર બી ડીવી પો.સ્ટે. સોંપવામાં આવેલ છે.
ગૌતમ બુચિયા
રિપોર્ટર કચ્છ
૯૭૧૪૦૬૫૪૦૫
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





