સુરત,તા.૨૨
નવી સિવિલ હોસ્પિટલ ગાયનેક ઓ.પી.ડી બહારથી ૪ દિવસ પહેલા એક અજાણી મહિલા બાળકીને લઈને નાસી છૂટી હતી. બાળકી અને મહિલાને શોધવા માટે ચાર દિવસથી ખટોદરા પોલીસ અને પોલીસની ટીમને હજુ સુધી કોઈ કડી મળી નથી. જેથી હવે આખરે બાળકીના પરિવારજનોએ બાળકી અને મહિલાને શોધવા માટે દોડધામ કરી રહ્યાં છે.
પ્રાપ્ત વિગત મુજબ કડોદરા ખાતે રહેતી ૨૫ વર્ષીય કેતકી ગોસ્વામી તારીખ ૧૯મી સવારે તેમની બાળકીને લઈને નવી સિવિલ હોસ્પિટલમાં આવી હતી. જ્યાંથી બાળકીનું અજાણી મહિલાએ અપહરણ કર્યું હતું. ચાર દિવસ છતાં પોલીસને કોઇ બાળકી કે મહિલાની ભાળ ન મળતાં આખરે બાળકીના પરિવારના સભ્યો શોધખોળ કરી રહ્યા છે. બે દિવસ પહેલા ડીંડોલી વિસ્તારની શાકભાજી માર્કેટમાં આવશે એવી રાહ જાઇને બેસી રહ્યાં હતાં. ગઈકાલે પરિવારથી કે મહિલાને શોધવા માટે તેમના પરિવારના સભ્યો કપુરચંદ અને અન્ય સભ્યો સાથે ડીંડોલી વિસ્તારમાં શોધખોળ કરતા હતા. તે દરમિયાન એક દુકાનવાળાએ તેમણે એવું કહ્યું કે, મહિલાનો અને બાળકીનો ફોટો આપી જાવ અમારા પરિચિતમાં ૨૫ થી ૩૦ શાળાઓ છે. તે તમામને હું ફોટાઓ આપી દઈશુ.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





