દરીયાઇ વિસ્તારોમાં કોઇ ઘુસણખોરી કે આંતકવાદી હુમલો ન થાય અને સમગ્ર રાજયમાં કોઇ આતંકવાદને લગતો બનાવ ન બને તેના માટે તકેદારી
ભરૂચ જીલ્લાને અંદાજીત ૨૮૦ કી.મી.નો દરીયાઇ કિનારો આવેલો છે જે કાવી કંબોઇ થી શરૂ કરી અને હાંસોટ સુધી વિસ્તૃત છે. પ્રવર્તમાન સમયમાં ભારતીય વાયુસેના ધ્વારા સરહદી વિસ્તારોમાં આંતકવાદ વિરોધી કાર્યવાહી કરવામાં આવેલ, જેના અનુસંધાને સમગ્ર રાજયમાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતી જળવાઇ રહે તથા સરહદી તથા દરીયાઇ વિસ્તારોમાં કોઇ ઘુસણખોરી કે આંતકવાદી હુમલો ન થાય અને સમગ્ર રાજયમાં કોઇ આતંકવાદને લગતો બનાવ ન બને તેના માટેની તકેદારીના ભાગરૂપે ડી.આઇ.જી. એ.ટી.એસ અને કમાન્ડર મરીન ટાસ્ક ફોર્સનો વધારાનો હવાલો સંભાળતા ડી.આઇ.જી. હિમાંશુ શુક્લનાઓ તથા પોલીસ અધિક્ષક ભરૂચનાઓએ સયુંકત રીતે પોતાની ટીમ સાથે ભરૂચ જીલ્લાના સંવેદનશીલ વિસ્તાર તથા વાઇટલ ઇન્સ્ટોલેશનની મુલાકાત લઇ અને સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન કઇ રીતે બનાવવી તે અંગેની સમીક્ષા કરવામાં આવેલ સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાના ભાગરૂપે બન્ને અધિકારીશ્રીઓ તરફથી એસ.ઓ.જી. એલ.સી.બી, મરીન ટાસ્કફોર્સના કમાન્ડો, એલ.આઇ.બી, ક્યુ,આર,ટી. તથા બી.ડી.એસ. ટીમને એલર્ટ રહેવા તથા દરીયાકાંઠે વાઇટલ ઇન્સ્ટોલેશન અને લેન્ડીંગ પોઇન્ટો પર પેટ્રોલીંગ સઘન બનાવવા કાર્યવાહી હાથ ધરેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




