રાજપીપળા પાસેના ભદામ ગામની નહેર પાસે પથ્થરો મારી હત્યા કરેલો મૃતદેહ મળતા ચકચાર 

0
30

મરનાર એમપી તરફનો છે જયારે હત્યા કરનાર અજાણ્યો વ્યક્તિ કોણ છે અને સેનાએ કારણે આ હત્યા કરી એ બાબતે પોલીસ તપાસ કરી રહી છે .

રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાં આવેલા ભદામ ગામની નહેર પાસે એમપીના એક વ્યક્તિની પથ્થરો મારી હત્યા કરેલી લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી .

પ્રાપ્ત માહિતી અનુસાર નાંદોદ તાલુકાના રાજપીપળાને અડીને આસલ ભદામ ગામની નહેર પાસે ગતરોજ કાગડીયાભાઇ ચીલ્લાભાઇ ચૌહાણ, (રહે. દેહવા,જી.અલીરાજપુર, મધ્યપ્રદેશ) નામના એક વ્યક્તિનો ઈજાગ્રસ્ત હાલતમાં મૃતદેહ મળતા આ બાબતે શૈલેષ ભરતભાઇ વસાવા રહે. ભદામ ટેકરા,નાંદોદ એ રાજપીપળા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે તાત્કાલિક સ્થળે જઈ તાપસ હાથ ધરી હતી ત્યારે તપાસમાં જાણવા મળ્યા મુજબ કોઈકે મોટા પથ્થરો મારી કાગડીયાભાઇની હત્યા કરી હતી જોકે હત્યા બાદ અજાણ્યો હત્યારો ત્યાંથી નાસી છૂટ્યો હતો જેથી રાજપીપળા પોલીસે હત્યાનો ગુનો નોંધી અજાણ્યા હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કયા કારણોસર હત્યા થઈ એ બાબતે હાલ કઈ જાણી શકાયું નથી પરંતુ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે. હાલ પોલીસે તપાસ હાથ ધરી મૃતદેહને પીએમ માટે મોકલી વધુ તપાસ શરુ કરી છે. ઘટનાની જાણ થતાંજ ડીવાયએસપી રાજેશ પરમાર ટીમ સાથે સ્થળે દોડી ગયા હતા ત્યારબાદ રાજપીપળા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.તપાસ ટાઉન પીઆઇ આર.એન.રાઠવા કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY