પ્રેમસંબંધમાં યુવકની હત્યા કરનાર પ્રેમિકાના પિતા અને ભાઇની ધરપકડ

0
6

ભરૂચ,તા.૯
ભરૂચના નાંદોદ તાલુકાના સુંદરપુરા ગામે યુવાનની હત્યાનો ભેદ ઉકેલાયો છે. પ્રેમિકાના પિતા અને પિતરાઇ ભાઇએ પ્રેમી હીતેશ પ્રહલાદભાઇ વસાવાના માથાના ભાગે કોઇ હથિયાર વડે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતારતા બે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી છે.
મળતી માહિતી પ્રમાણે ફરિયાદી સુંદરપુરાના પ્રહલાદભાઇ ગોપાલભાઇ વસાવાએ આરોપીઓ શૈલેશભાઇ મોરાભાઇ વસાવા તથા આર્યનભાઇ રણજીતભાઇ વસાવા (રહે. સુંદરપુરા) સામે રાજપીપળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદની વિગત અનુસાર ફરિયાદી પ્રહલાદભાઇના દીકાર મરનાર હીતેશભાઇને તેના ગામમા રહેતી રાઘવી વસાવા સાથે પ્રેમસંબંધ હતો. આ બાબતની જાણ રાઘવીના પિતા શૈલેશભઆઇ અને તેના કાકાના દીકરા આર્યનભાઇને થતા મરનાર હીતેશ વસાવાને કહેલું કે ‘તારે અમારી છોકરી સાથે પ્રેમ સંબંધ રાખવો નહીં નહીંતર તારું ખૂન કરી નાખીશું’. એવી ધમકીઓ આપી હતી.
હીતેશ સાથે રાઘવીને પ્રેમસંબંધ હોવાનું ગમતું ન હોવાથી રાઘવીના પિતા શૈલેશભાઇ તથા તેના કાકાના દીકરા આર્યન બંને કાકા ભત્રીજા મળી હીતેશને માથાના ભાગે કોઇ હથિયાર વડે જીવલેણ હુમલો કરતા માથાના ભાગે ગંભીર ઇજા થતા તેનું મોત નીપજ્યું હતું. બાબતની પોલીસ ફરિયાદ નોંધાતા રાજપીપળા પોલીસે બંને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY