નર્મદા ડેમમાં પાણીનો જથ્થો વધારવા મધ્યપ્રદેશથી પાણી છોડાયું

0
9

ભરૂચ,તા.૨૨
પીવાના, સિંચાઈના અને વપરાશના પાણીની આ વર્ષે વરસાદની ઘટને લઇને સંકટની સ્થિતિ સર્જાઈ ચૂકી છે ત્યારે તેના ઉપાયો અંગે વિચારવા પ્રશાસન માટે અગત્યનો પ્રશ્ન બની રહ્યો છે. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમમાં પાણીનો જથ્થો વધારવાના પ્રયત્નરુપે મધ્યપ્રદેશથી પાણી છોડવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે.સિંચાઈ અને પીવાના પાણી માટે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આ સમયે ડેમની સપાટી ધીમેધીમે ઓછી થઈ રહી છે. આ સંજાગોમાં મધ્યપ્રદેશમાંથી પાણી છોડવામાં આવતા નર્મદા ડેમની સપાટીમાં વધારો થયો છે.મધ્ય પ્રદેશમાંથી ૧૨,૨૨૯ કિયુંસેક પાણી છોડવામાં આવ્યું છે. આ પાણીની સતત આવકથી ડેમની સપાટીમાં વધારો થયો છે. હાલ ડેમની સપાટી વધીને ૧૨૭.૬૧ મીટર પર પહોંચી છે. હાલ નર્મદા ડેમમાંથી પીવા તેમજ સિંચાઈ માટે મુખ્ય કેનાલમાંથી ૧૯,૯૯૫ કિયુંસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ નર્મદા ડેમમાં ૨૮૭૭ દ્બષ્ઠદ્બ મિલિયન કિયુંબીક મીટર પાણીનો જથ્થો છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ડેમમાં બમણું પાણી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. સરકારે દાવો કર્યો છે કે નર્મદા ડેમમાં પાણીનો જે જથ્થો છે તે ગુજરાતને પીવા તેમ જ સિંચાઈ માટે એક વર્ષ સુધી ચાલી શકે છે.
તો સામે પક્ષે સતત બીજા વર્ષે નર્મદામાં પાણીની ઘટ પડી હોવાથી આગામી દિવસોમાં રાજ્યમાં પાણીની તીવ્ર અછત સર્જાશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શિયાળું પાક માટે પાણી છોડવામાં આવ્યા બાદ, તેમ જ સૌની યોજના અંતર્ગત વિવિધ ડેમો ભરાયા બાદ ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં ડેમનું તળિયું દેખાય તેવી ભીતિ છે. આ સંજાગોમાં ગુજરાતને મધ્યપ્રદેશમાંથી વધુ પાણી મેળવવું પડે તેમ છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY