ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાઓએ ભરૂચ જીલ્લામા આગામી લોકસભા ચુંટણી અનુસંધાને પ્રોહી જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અનુસંધાને ભરૂચ એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ
પો.સબ.ઇન્સ. એ.એસ.ચૌહાણની ટીમ ભરૂચ શહેર વિસ્તારમા પ્રોહી જુગારના કેશો શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન અ.હે.કો. જયેન્દ્રભાઇનાઓને મળેલ બાતમી આધારે ભરૂચ શહેરમાં આવેલ સુપર માર્કેટના કોમ્પલેક્ષના ત્રીજામાળે આવેલ રહેણાંકના મકનામાંથી પરપ્રાંતિય પ્રતિબંધિત ભારતીય બાનવટનો વિદેશી દારૂ સાથે એક આરોપીને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી ગુન્હો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી માટે ભરૂચ શહેર “એ” ડીવીઝન પો.સટેમાં સોંપેલ છે.
પકડાયેલ આરોપી :-
ભાવિન ઉર્ફે ભાવિન મોદી સુરેશભાઇ મહેતા રહે, મ.નં બી ૫૮૯,આચારવાડની ખડકી,
સોનેરી મહેલ ભરૂચ
મળી આવેલ મુદ્દામાલ :-
ભારતીય બનાવટનો પ્રતિબંધિત વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી બોટલો નંગ ૩૦ તથા પ્લાસ્ટીકના ક્વોટર નંગ ૨૩ મળી કુલ્લે નંગ ૫૩ કીં.રૂ. ૧૯,૩૫૦/-
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






