ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફથી જિલ્લાની પ્રોહી / જુગારની અસામાજીક પ્રવુતિ ચલવતા ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા સુચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક જંબુસર ડીવીઝન અશોકસિંહ ગોહીલના માર્ગદર્શન હેઠળ કાવી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં નિકળેલા હતા તે દરમ્યાન વિરભદ્રસિંહ જયવંતસિંહ બ.નં.૦૧૦૧૧ નાઓને બાતમીદાર થી બાતમી મળેલ કે કિમોજ ગામે પરમાર ફળીયામાં રહેતા યતીશ ઉર્ફે રણજીત રાયસંગ પરમાર નાઓના મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ હોય જે બાબતે રેડ કરતા સ્થળ ઉપર ભારતીય બનાવટ નો વિદેશી દારૂ બોટલ નંગ ૩૬૨ કિંમત રૂપીયા ૩૬૨૦૦/- ના મુદ્દામાલ સાથે પકડાય ગયેલ હોય જે બાબતે પ્રોહી એક્ટ કલમ ૬૫-/.૬ ૮૧ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





