પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા ભરૂચ નાઓ તરફથી આગામી લોકસભા ચુંટણી અનુસંધાને આદર્શ આચાર સહીતાનો અમલ કરવા સારૂ પ્રોહી/જુગાર પ્રવૃત્તી સદંતર બંધ કરવા માટે આપેલ સુચના અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક એલ.એ.ઝાલા અંકલેશ્વર વિભાગ અંકલેશ્વરના સુચના આધારે આજરોજ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર આર.કે.ધુળિયા તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસોની ટીમ તથા ભડકોદ્રા બીટના પો.માણસો સાથે પો.સ્ટે. વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પોલીસ ઇન્સપેક્ટરને મળેલ બાતમી હકીકત આધારે ભડકોદ્રા ગામ ખાતે આવેલ પીરામણ ગામ તરફ જવાના જુના રસ્તાની બાજુમા આવેલ કોતરમા આવેલ ખજુરીના ઝાડ પાસે આવેલ ગંદા પાણીના નાળીના વેલામા ચંપાબેન અરવિંદભાઇ વસાવા તથા તેના બે છોકરાઓ ગે.કા. વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવી સગેવગે કરતા હોય જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ પ્રોહી ગુના અંગે રેઇડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂનો કિ,રૂ. ૫૨,૯૦૦/- નો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી કબ્જે કરવામા આવેલ છે અને ચંપાબેન અરવિંદભાઇ વસાવા તથા અતુલભાઇ અરવિંદભાઇ વસાવા તથા અજયભાઇ અરવિંદભાઇ વસાવા નાઓને વોન્ટેડ જાહેર કરી અત્રેના પો.સટે.મા ગુનો રજી. કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






