નિર્ભયા સ્કોડનું પ્રશંસનીય કાર્ય : વિખુટા પડેલા માતા અને તેના બાળકનું પરિવાર સાથે કરાવ્યું મીલન

રાજપીપળા : નર્મદા જિલ્લામાં પૂર્વ જિલ્લા પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયા દ્વારા નિર્ભયા સ્ક્વોડની રચના કરવામાં આવી હતી , નિર્ભયા સ્ક્વોડનું સંચાલન પી.એસ.આઈ. કે કે પાઠક કરી રહ્યા છે અને આ સ્કોડ નર્મદા માં ખુબ સારી કામગીરી કરે છે ત્યારે તેનો શ્રેય પીએસઆઇ કે કે પાઠક અને તેમની ટીમને જાય છે.
જ્યારથી નિર્ભયા સ્કોડ ની રચના થઈ ત્યારથી આ સ્કોડ ના ડરથી રોમિયો બની ફરતા યુવાનો માં ફફડાટ ફેલાવી ચુકી હોય હાલ નર્મદા માં રોમિયોગીરી કરતા તત્વો જાણે ભૂગર્ભ માં ઉતરી ગયા છે પરંતુ આ સ્કોડ હવે અન્ય ઘણી કામગીરી કરે છે જેમાં બુધવારે કેવડિયા ખાતે નિર્ભયા ટીમ પેટ્રોલીંગ કરી રહી હતી ત્યારે તેમને કેવડીયા પો.સ્ટે.ના પી.એસ.આઈ એ.આર. ડામોરે ફોન કરી જાવ્યું કે તમે તાત્કાલિક ડેમ સાઇડ મોખડીા જંગલમાં પોહચો ત્યાં એક નાના છોકરા સાથે મહીલા છે એ કોણ છે એ તપાસ કરવા જાણ થતાંજ નિર્ભયા ટીમના પદ્માબેન વર્ષાબેન, અને લતાબેન ત્યાં જઇ નિર્ભયા સ્ક્વોડના ઇન્ચાર્જ પીએસઆઇ કે. કે પાઠકને સુચના આપી કે તે મહીલા અસ્થિર મગજની છે ત્યારબાદ પાઠકની સૂચના મુજબ મહિલાને પો. સ્ટે લાવી બાળક અને મહિલાને ભોજન કારવ્યું અને તે મહિલાને પૂછતાં પોતાનું નામ ગંગાબેન પિતાનું નામ રૂપાભાઇ અને ગામ દિવતણ ઉમરપાડા જણાવતા નિર્ભયા ટીમે ઉમરપાડા પો.સ્ટે ફોન કરી ગામના સરપંચનો ફોન નંબર લઈ તેમની સાથે વાત કરી મહિલાના પિતા સાથે સંપર્ક બાદ વાત કરાવી ત્યારબાદ તેનું પરિવાર મહિલાને લેવા માટે કેવડીયા આવ્યા, અને નિર્ભયા ટીમે આ તમામ માટે ગાડી કરી ભાડું આપી ઘરે પોહચાડ્યા હતા .
આમ વિખુટા પડી ગયેલ પરિવારને એક કરી ફરી નિર્ભયા ટીમે માનવતા મહેકાવી હતી ત્યારે તેનો શ્રેય નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકર સિંહ તથા નિર્ભયાના ટીમ લીડર કે.કે.પાઠકને જાય છે જેના કારણે ગુજરાતની પ્રથમ નિર્ભયા સ્કોડનું કાર્ય આખા રાજ્યમાં વખણાય છે ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા પણ નિર્ભયા સ્ક્વોડની નોંધ લેવાઈ છે જે નર્મદા જીલ્લા માટે ગૌરવ ની વાત છે….વેલ ડન નિર્ભયા
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





