વરસાદી હોનારતમાં મૃત્યુ પામેલ યુવતીના પરિવારને ૪ લાખની સહાય અપાઈ..

0
67

ભરૂચ શહેરના ફાટાતળાવ વિસ્તારમાં થોડાં દિવસ અગાઉ એક જર્જરિત મકાનની દીવાલ બાજુના મકાન પર પડતાં એક ૧૯ વર્ષીય યુવતી કાટમાળ નીચે દબાઈ જતા મોત નિપજ્યું હતું. જેથી આ બનાવ સંદર્ભે ગુજરાત સરકાર તરફ થી યુવતીના પરિવાર ને ચાર લાખ રૂપિયાનો સહાયનો ચેક અપાયો હતો.

ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં મહાદેવ મંદિરની બાજુમાં રહેતા કિશોર રાણાના મકાન પર બાજુના જર્જરિત મકાનની દીવાલ પડતાં કિશોર રણાનું મકાનમાં સુતેલ તેમની દીકરી આરતી કિશોર રાણા,ઉંમર વર્ષ ૧૯ અને તેમનો દીકરો કાટમાળ નીચે દબાઈ ગયેલા હતા.ભરૂચ નગરપાલિકાના ફાયર ફાયટરો અને સ્થાનિકોની ભારે જહેમત બાદ દીકરા ને બહાર કાઢ્યો હતો જયારે યુવતી આરતી વધારે નીચે દબાઈ જતા મોત નીપજ્યું હતું.

જોકે ગુજરાત સરકાર દ્રારા વરસાદ માં આવી બનતી ઘટનાઓમાં પરિવાર જનોને આર્થિક મદદ રૂપે આજ રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્રારા મરનાર આરતીના પરિવારને ચાર લાખ રૂપિયાની સહાય નો ચેક ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ વરદ હસ્તે કિશોર રાણાને આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભી તમાકુવાલા,વોર્ડ નંબર ૮ ના સભ્ય જીજ્ઞેશ મિસ્ત્રી, રાણા સમાજના આગેવાન અને પૂર્વ નગરપાલિકા પ્રમુખ સનત રાણા,પ્રાંત અધિકારી, ભરૂચ મામલતદાર સહિત રાણા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY