મોરબીના મહેન્દ્રનગર નજીક બસમાં બેસવા બાબતે યુવાનને માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે.બી ડીવીઝન પોલીસે મારમારીના બનાવની નોંધ કરી ધોરણસરની તપાસ ચલાવી છે.
હળવદ તાલુકાના ચરાડવા ગામના રહેવાસી સંદીપ વાસુદેવ હડીયલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે આરોપી જયદીપ પટેલ, કેયુર પટેલ રહે બંને ઈશ્વરનગર હળવદ અને બીજા ત્રણથી ચાર અજાણ્યા માણસોએ મહેન્દ્રનગર રોડ પરની સમર્પણ હોસ્પિટલ નજીક બસમાં બેસવા બાબતે બોલાચાલી કરી માર માર્યો હતો તેમજ આરોપી જયદીપ પટેલે માથામાં પથ્થરનો ઘા ઝીંકી ઈજા પહોંચાડી હોવાનું જણાવ્યું છે. બી ડીવીઝન પોલીસે મારામારીના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.
રાહુલ નગવાડિયા
મોરબી
૯૭૩૭૦૭૫૭૧૭
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
mo. 9978406923
પ્રેસ કાર્ડ આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





