ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેદ્રસિંહ ચુડાસમા તરફથી આગામી દિવસોમાં લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૧૯ યોજાનાર હોય અને તે સંબંધે આદર્શ આચાર સંહીતાના પગલે જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુ થી જિલ્લામાં દારૂ જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ રહે અને ગુન્હાઓમાં નાસતા ફરતા આરોપીઓને હકીકત મેળવી તાત્કાલીક હસ્તગત કરવા આપેલ સુચના આધારે તથા ઇન્ચાર્જ પોઇ જે એન ઝાલાના સીધા માર્ગદર્શન હેઠળ એલ.સી.બી પોસઇએ.એસ.ચૌહાણની ટીમને બાતમી મળેલ કે ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.નં થર્ડ ૧૩૧/૨૦૧૯ પ્રોહી કલમ ૬૫એઇ, ૯૮(૨), ૮૧ મુજબનો ગુન્હો ગઈ કાલ તારીખ ૦૧/૦૪/૨૦૧૯ નારોજ રજીસ્ટર થયેલ છે અને તે ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી રાહુલ ઉર્ફે બાલીયો કનુભાઇ મકવાણાનો ભરૂચ શહેરમાં દાંડીયા બજાર અંબાજી માતાના મંદીર પાસે ઉભેલ છે જે બાતમી આધારે આરોપીને પકડી પાડી ગુન્હાના કામે ધરપકડની કાર્યવાહી હાથ ધરેલ છે. અને આવનારા દિવસોમાં ધનિષ્ટ તપાસનો દોર ચલાવી મોટી માછલીઓ પકડવા એલ.સી.બી કટીબધ્ધ છે.
આરોપીનુ નામ :-રાહુલ ઉર્કે બાલીયો કનુભાઇ મકવાણા રહે, લોઢવાડનો ટેકરો, અંબાજી માતાના મંદીર પાસે દાંડીયા બજાર તા.જી.ભરુચ
કબ્જે કરેલ મુદ્દામાલ
ભારતીય ચલણની અલગ – અલગ દરની નોટો મળી કુલ રૂ, ૨૫.૨૦૦/-
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






