અંક્લેશ્વરમા આવેલ ટ્રાન્સપોર્ટ માંથી ટેમ્પો લઇ નાસી છુટેલ ડ્રાઇવર ટેમ્પો વેચવા જતા સાગરીતો સાથે ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
12

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા સુચના મળેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી ના પો.સ.ઇ વાય.જી.ગઢવી તેમજ ટીમના પોલીસ માણસો અંક્લેશ્વર વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પો.કો.દિલીપભાઇ ચંદુભાઇને બાતમી મળેલ કે ત્રણ ઇસમો અંક્લેશ્વર નોબલ માર્કેટ મા એક આઇસર ટેમ્પો લઇ વેચવા માટે શંકાસ્પદ હાલતમા ફરી રહેલ છે જે મળેલ બાતમી આધારે વોચ મા રહી આઇસર ટેમ્પો નંબર-જીજે-16-એયુ-2595 સાથે ત્રણ ઇસમો જેમા (૧) સંતોષ મહાનંદ શિવ યાદવ ઉ.વ.-૨૯ રહે-હાલ-અવધુતનગર,દુબેજી ની રૂમમા, આર.કે.નગર ની બાજુમા,ગડખોલ પાટીયા અંક્લેશ્વર મુળ નેતવારપટ્ટી પોસ્ટ-પટના, થાના-બડહલગંજ તા-ગોલા જી,ગોરખપુર .ઉત્તરપ્રદેશ તથા (૨) ગણેશ વિશુનદયાલ મહાંગી યાદવ રહે-હાલ અવધુતનગર દુબેજી ખા રૂમમા ભાડેથી આર.કે.નગર ની બાજુમા,ગડખોલ પાટીયા અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે-કેવટલિયા પોસ્ટ-મદનપુર થાના-મદનપુર તા-રૂદ્રપુર જી-દેવરીયા ઉત્તરપ્રદેશ (૩) શિવકાંત 5/0 હવલદારસિંગ જોધાસિંગ યાદવ ઉ.વ- ૩૩ રહે-હાલ-અવધુતનગર, મ.નં-૨૩૦ શંભુસિંગ ની રૂમમા ભાડેથી,આર.કે.નગર ની બાજુમા,ગડખોલ પાટીયા ,અંક્લેશ્વર જી-ભરૂચ મુળ રહે- ભેંસાઇ પોસ્ટ-ભરથના થાના-ભરથના જી-ઇટાવા ઉત્તરપ્રદેશ નાને પકડી પાડી ટેમ્પાના રજી.અંગેના દસ્તાવેજો ની માંગણી કરતા રજુ કરેલ નહી કે કોઇ સંતોષકારક જવાબ આપેલ નહી જેથી તેઓની ઘનિષ્ઠ પુછપરછ કરતા પકડાયેલ સંતોષ મહાનંદ શિવ યાદવ નો અંક્લેશ્વર 60૯ મા ક્રિસ્ટલ ચોકડી પાસે આવેલ અમર ટ્રાન્સપોર્ટ મા ડ્રાઇવર તરીકે નોકરી રહેલ અને અમર ટ્રાન્સપોર્ટ નો ટેમ્પો માલીક ની જાણ બહાર રાત્રીના લઇ આવેલ હોવાનુ તેમજ વેચાણ કરવા માટે નિકળેલ હોવાનુ જણાવેલ જેથી તેઓની જણાવેલ હકીકત આધારે ખાત્રી કરતા અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પો.સટે.મા ગુ.ર.નં- 1 ૫૩/૨૦૧૯ ઇ.પી.કો.ક-૪૦૬ મુજબનો ગુનો દાખલ થયેલ હોય જેથી ઉપરોકત ત્રણેય ઇસમો ના કબ્જા માંથી મળી આવેલ આઇસર ટેમ્પો ની કી.રૂ.૦ર,૫૦,૦૦૦/- તથાઅન્ય મુદ્દામાલ મળી કુલ કી.રૂ. ૦૨,૫૫,૦૦૦/- નો મુદ્દામાલ કાયદેસર કાર્યવાહી કરી કબ્જે કરી વધુ તપાસ અર્થે અંક્લેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. ને સોંપવામા આવેલ છે અને ગણતરી ના કલાકો મા ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળેલ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY