છ દિવસ દરમિયાન કુલ ૭૯ ફોર્મનું થયેલું વિતરણ
ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.૦૪/૦૪/૨૦૧૯ છે
ભરૂચઃ(બુધવાર):-આગામી તા.૨૩ મી એપ્રિલે યોજાનારી લોકસભાની સામાન્યા ચૂંટણીના ફોર્મ તા. ૨૮મી માર્ચના રોજથી ભરવા માટે ચૂંટણી અધિકારી ધ્વા રા જાહેરનામું બહાર પાડવામાં આવ્યુંં છે. ૨૨- ભરૂચ લોકસભા સંસદીય મત વિસ્તારરની ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરવાના છઠ્ઠા દિવસે નવીનભાઇ હિંમતભાઇ વસાવા – અપક્ષ, છોટુભાઇ અમરસિંહ વસાવા – ભારતીય ટ્રાઇબલ પાર્ટી(બે ઉમેદવારીપત્રો ભર્યા), મહેશભાઇ છોટુભાઇ વસાવા – ભારતીય ટ્રાયબલ પાર્ટી, શબ્બીારભાઇ મુસાભાઇ પટેલ – અપનાદેશ, જીતેન્દ્રિ નારસિંહ પરમાર – અપક્ષ, સિંધા કીરીટસિંહ નાથુબાવા – અપક્ષ, સુખદેવ ભીખાભાઇ વસાવા – બહુજનમુક્તિા પાર્ટી, વિક્રમસિંહ દલસુખભાઇ ગોહિલ – અપક્ષ, પરમાર અશોકચંદ્ર ભીખુભાઇ – અપક્ષ, પઠાણ સલીમખાન સાદીકખાન – સંયુક્ત્ વિકાસ પાર્ટી, પરમાર અશોકભાઇ જીવાભાઇ – અપક્ષ મળી કુલ ૧૨ ઉમેદવારીપત્રો ભરાયા હતા. ચૂંટણી તંત્ર ધ્વા રા અગાઉ પાંચ દિવસ દરમ્યામન કુલ ૬૮ ફોર્મનું વિતરણ થયું હતું. આજે છઠ્ઠા દિવસે ૧૧ ફોર્મનું વિતરણ થતાં આજદિન સુધી કુલ ૭૯ ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભારતીય ચૂંટણી આયોગ દ્વારા આગામી તા.૦૪/૦૪/૨૦૧૯ ઉમેદવારીપત્રો ભરવાની અંતિમ તારીખ નક્કી કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





