ભરૂચ જીલ્લાના પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા તરફ્થી આપવામાં આવેલ ડ્રાઇવ અનુસંધાને જીલ્લામા નાસતા-ફરતા આરોપીઓ ઝડપી પાડવા સુચના મળેલ જે અનુસંધાને ભરૂચ પેરોલ સ્કોડના પોલીસ સબ ઇન્સ્પેકટર કે.એમ.પટેલના માર્ગદર્શન હેઠળ ભરૂચ પેરોલ-ફર્લો સ્કોડના પોલીસ માણસો દહેજ વિસ્તારમા પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ભરૂચ સી ડિવીજન પો.સ્ટે.ના ગુનાના કામનો નાસતો-ફરતો અરવિંદ લક્ષમણ પટેલ રહે બંદર રોડ તા.વાગરા જી.ભરૂચ ને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આગળ ની તપાસ માટે ભરૂચ શહેર સી ડીવીજન પો.સ્ટે.ને સોંપવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






