ભરૂચ નેશનલ હાઈવે પર ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ LCB

0
24

ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આગમી દિવસોમાં લોકસભા સામાન્‍ય ચુંટણી ૨૦૧૯ અનુંસંધાને આદર્શ આચારસંહીતા અમલમાં હોય જે અન્વયે જીલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતી જળવાય રહે તે હેતુથી દારૂ-જુગારની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના તથા એલ.સી.બી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાનાઓના માર્ગદર્શન મુજબ પોલીસ અધિક્ષક નાઓ તરફથી પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા આપેલ ડ્રાઇવ અનુંસંધાને પો.સ.ઇ.એ.એસ.ચૌહાણનાઓને બાતમી હકિકત મળેલ કે પાવન ટ્રાવેલ્સમાં પેસેન્જર તરીકે એક ઇસમ મુંબઇ બોરીવલ્લી થી ભરૂચ ખાતે ભારતીય બનાવટની વિદેશી દારૂની મોંઘી દાટ બોટલો આપવા આવે છે જે બાતમી આધારે સ્ટાફના માણસો સાથે વોચ ગોઢવી બે ઇસમોને વડદલા પાઢીયેથી એવિયેટર સ્કુટર સહીત ભારતીય બનાવટની વિદેશી દારૂ સાથે પકડી પાડી કાયદેસર કાર્યવાહી કરી ભરૂચ શહેર “સી” ડીવી પો.સ્ટે.સોંપવામાં આવેલ છે.

પકડાયેલ આરોપી
(૧) રાજેશકુમાર ચંપકલાલ મોદી રહે.ફ્લેટ નં.૮૦૨ રંગ પ્લેટીનીયમ સોસા.શ્રવણ ચોકડી તા.જી.ભરૂચ
(૨) કાંતીલાલ બેચરભાઈ કાચા રહે.બોરીવલી ઈસ્ટ મહારાષ્ટ્ર નગર ,ઓમ શાંઈ ચાલ રૂમ.નં.પ,મહારાષ્ટ્ર

કબ્જે કરેલ મુદ્દામાલ

(૧) ભારતીય બનવાટની ઈગ્લીશ દારૂની ૭૫૦ મી.લી.ની બોટલ નં.૧૨ ક્રિ,રૂ.૧૬,૭૦૦/- (૨) મોબાઇલ નંગ-૨ કી.રૂ.૧૦૦૦/- (૩) અંગ ઝડતીના રોકડા રૂ.૨૦૦૦/-(૪) ટુવ્હીલર એવીયેટર ગાડી નં.જીજે 16 બીજે 5511 જેની કિ.રૂ.૧૦,૦૦૦/- કુલ્લે મુદ્દામાલ કી.રૂ.૨૯,૭૦૦/-

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY