દ્રઢ મનોબળ ધરાવતી સ્ત્રી કોઇને સ્વીકાર્ય નથીઃ હુમા કુરૈશી

0
4

મુંબઈ,તા.૮
અભિનેત્રી ફિલ્મ સર્જક હુમા કુરૈશીએ કહ્યું હતું કે આપણો સમાજ દ્રઢ મનોબળ ધરાવતી મહિલાઓને પસંદ કરતો નથી. કહ્યાગરી અને કમજાર મહિલા સૌને સ્વીકાર્ય છે.
ગેંગ્સ આૅફ વાસેપુર સિરિઝની ફિલ્મો ઉપરાંત ડી ડે અને બદલા જેવી ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી હુમા કહે છે કે સ્વતંત્ર અભિપ્રાય ધરાવતી અને દ્રઢ મનોબળ ધરાવતી સ્ત્રી કોઇને સ્વીકાર્ય નથી. એટલે બોલિવૂડમાં નાયિકા પ્રધાન સ્ક્રીપ્ટ બહુ ઓછી લખાય છે.
આપણા દેશમાં હીરો પ્રધાન ફિલ્મો વધુ બને છે અને એજ ચાલે છે. કારણ કે આપણો સમાજ પુરુષ પ્રધાન છે. કોઇ બળકટ મહિલા હોઇ શકે એ વિચારજ આપણે ત્યાં વિકસ્યો નથી એટલે મહિલા પ્રધાન કથા ધરાવતી ફિલ્મો વધુ બનતી નથી.
એણે ઉમેર્યું હતું કે છેલ્લા થોડા સમયથી આ માનસિકતા બદલાઇ રહી હોય એવું લાગે છે. સારી નાયિકા પ્રધાન ફિલ્મો પણ બનતી થઇ છે અને બોક્સ આૅફિસ પર ચાલી છે. આ એક મહ¥વનું પરિવર્તન છે. એને આવકારવું જાઇએ. મહિલા ફિલ્મ સર્જકો પણ સારું કાઠું કાઢી રહી છે. એ એક આવકાર્ય બાબત છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY