વહેલી સવારે હાઈ-વે પર ગંભીર અકસ્માત સર્જાયો
ભરૂચ, તા. ૯
ભરૂચ નજીક નેશનલ હાઇવે નં-૪૮ ઉપર અસુરિયા ગામ પાસે ટેમ્પોની અડફેટે બે જૈન સાધ્વીના મોત નીપજ્યા છે. જેને પગલે જૈન સમાજમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. નબીપુર પોલીસે ઘટના સ્થળે દોડી જઇને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બંને જૈન સાધ્વીએ જૈન ઉપાશ્રયથી નીકળીને નેશનલ હાઇવે પર જતા હતા તે સમયે ટેમ્પો ચાલકે બંને અડફેટે લીધા હતા અને ગંભીર અકસ્માત સર્જાતા કરૂણ ઘટના સંદર્ભે જૈન સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો.
તા.૯/૪/૨૦૧૯ની વહેલી સવારે જીજે ૧૮ એઝેડ ૭૯૦૧ નંબરની આઇસરે ટેમ્પો રસ્તા પર વિહાર કરી રહેલા આ બંન્ને સાધ્વીજી સૈયમ પ્રભાજી અને રચનાશ્રી આઇસર ટેમ્પોએ ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.જેમાં બંન્નેવ સાધ્વીજીના ઘટના સ્થળે કરૂણ મોત નીપજયા હતા. આ બનાવના પગલે જૈન સમાજના અગ્રણી સહિતનાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી અકસ્માતમાં મોતને ભેટેલા બંન્ને સાધ્વીજીના મૃતદેહને પી.એમ. અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી અકસ્માત સર્જનાર આઇસર ચાલક વિરૂધા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




