રાજકીય ક્ષેત્રે ભરૂચીઓનો ડંકોઃ બે યુવાનોએ યુ.કે.ની કાઉન્સિલ ચૂંટણીમાં ઝંપલાવ્યું

0
8

ભરૂચ,તા.૧૮
ભરૂચ જિલ્લાના હજારો લોકો યુ.કે.માં સ્થાયી થયા છે. એમાં પણ રાજકીય ક્ષેત્રે ભરૂચીઓ ખાસ્સું કાઠું કાઢી રહ્યા છે. આ પહેલા પણ અનેક લોકો ચૂંટણીમાં ઉભા રહી વિજેતા નિવડયા હતા. હાલ ભારતમાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો છે, તેવા ટાણે યુ.કે.માં પણ કાઉન્સીલની ચૂંટણી ચાલી રહી છે. મૂળ વાગરા તાલુકાના પીપલીયા ગામના અબ્દુલ ભગત છેલ્લા ૧૦ વર્ષથી લેસ્ટરમાં સ્થાયી થયા છે. પ્લમ્બિંગનો વ્યવસાય કરતા અબ્દુલ લેસ્ટર શાયરના વિકલીફ વોર્ડમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીના બેનર પર ચૂંટણી લડી રહ્યા છે. તેમની સાથે મૂળ વાગરાના વોરા સમની ગામના અબ્દુલ રશીદ માસ્તર પણ કાઉન્સીલની ચૂંટણીમાં પોતાનું ભાગ્ય અજમાવ્યુ છે.
આમ તો આ વોર્ડમાં ભારતીય ઉપખંડના ૮૦ ટકા જેટલા મતદારો છે. જેમાં ભરૂચ, સુરત અને દિવ દમણના મતદારોનો સમાવેશ થાય છે. કાઉન્સીલની ચૂંટણીમાં મુખ્ય ટક્કર ભારતીય મૂળ ના લોકો વચ્ચે રહેશે. વિકલીફ વોર્ડમાં ચાર પાર્ટીના છ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે. વધુમાં તેમણે જણાવ્યુ હતુ કે જો હું ભારતમાં હોત તો કયારે પણ ચૂંટણી લડી શક્યો ન હોત. યુ.કે સ્થિત કાઉન્સીલની ચૂંટણી લડતા બંનેવ ઉમેદવારોના ભારત સ્થિત માદરે વતનના ગામો અનુક્રમે પીપલીયા અને વોરાસમનીમાં ખુશહાલીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY