કર્મચારીઓ એ તંત્ર પાસે હડતાળ ની મન્જુરી મેળવી* .NCT એ પોલીસ સ્વખર્ચે પોલીસ બંદોબસ્તની માંગણી કરી* ..
તારીખ. 06.05.2019
અંકલેશ્વર

અંકલેશ્વર ખાતે આવેલ ફાઇનલ એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ જે ઔદ્યોગિક વસાહતો માંથી આવતા એફલુએન્ટ ને શુદ્ધિકરણ ની પ્રિક્રિયા કરી આ એફલુએન્ટ ને કાંતિયાજાળ પાસે દરિયા માં છોડવા માં આવે છે જેને NCTના નામ થી ઓળખવામાં આવે છે
આ NCT માં કર્મચારીઓ નું કમ્પની અને કોન્ટ્રાક્ટરો દ્વારા કામદારો નું શોષણ થઈ રહ્યું હોવા ના આક્ષેપો સાથે કામદારોએ 20 દિવસ અગાઉ હડતાળ પર ગયા હતા. પ્લાન્ટ બન્ધ કરવાની પરિસ્થિતિ ઉભી થઇ હતી તેથી આગેવાનોએ .ઉદ્યોગકારો અને જીપીસીબી અધિકારીઓ એ મધ્યસ્થી કરતા NCT એ લેખિત માં બાંહેધરી આપી હતી કે હાલ ચૂંટણી નો સમય છે તેથી અમો દ્વારા 15 દિવસ માં કર્મચારીઓ ના પ્રશ્નો.નું નિરાકરણ લાવવામાં આવશે.
જોકે આ સમાધાન મુજબ કોઈ પણ કાર્યવાહી ના થવા ના કારણે અને NCT દ્વારા માંગણીઓ ના મન્જુર કરવાની નોટિસ નોટિસ બોર્ડ પર લગાવી દેવતા કર્મચારીઓ આજ થી (સોમવાર) થી ફરીથી હડતાળ ચાલુ કરી છે. અને કાંતિયાજાળ ખાતે નો બુસ્ટર પંપ કરી દેવા માં આવ્યા હોવાના સમાચારો પ્રાપ્ત થયા છે.
હાલ તો NCT અને કર્મચારીઓ બન્ને પક્ષે પોતાની તયારીઓ કરી લીધી છે. જેમાં સમાધાન ની દિશા માં કોઈ પણ પગલાં લેવાતા હોય એમ લાગતું નથી.કર્મચારીઓ એ આ હડતાળ બાબતે તંત્ર પાસે થી મન્જુરી મેળવી છે અને આ વખતે પેહલા કરતા વધારે કામદારો જોડાયા છે.
*કર્મચારીઓ ના પ્રીતિનિધિઓ ના જણાવ્યા મુજબ અમારી સાથે દગો કરી અગાઉ ની હડતાળ સમેટાવી લીધી હતી અને અમોને લેખિત માં બાંહેધરી આપ્યા પછી પણ અમલ ન કરી અમારી સાથે વિશ્વાસઘાત કરવામાં આવ્યો છે. અમારી સાથે વાત કરવાના બદલે નોટિસ બોર્ડ પર જાહેરાત કરી માંગણીઓ અસ્વીકાર કરવામાં આવી છે. અમો સ્થાનિકો સાથે અન્યાય થઈ રહ્યો છે. આ વખતે અમો અમારી માંગણીઓ ના સ્વીકારાય ત્યાં સુધી હડતાળ પર રહીશું. એમેય અમોને કાઈ મળતું નથી એટલે અમારે કાંઈ ગુમાવવાનું રહેતું નથી એટલે અમો એ અમારી.પૂર્વ તૈયારી કરી લીધી છે અને દરેક પરિસ્થિતિ માં અમો સંગઠિત રહી આગળ વધિશું.*
સામે NCT વારંવાર ની હડતાળ જેવા ના અંતિમ પગલાં પર ચાલ્યા જતા કર્મચારીઓ સામે સખત પગલાં લઈ રહી છે . અને કાયદો વ્યવસ્થા ના બગડે તે માટે પૈસા ચૂકવી પોલીસ બંદોબસ્ત ની માંગણી કરવામાં આવી છે. અને પ્લાન્ટ ચાલુ રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કામદારો ના કોન્ટ્રાક્ટરો ને પણ દબાણ કરી તેમના કામદારો હડતાળ પર ના જાય તેવા આદેશો આપી દેવા માં આવ્યા છે. જોકે કામદારો કોન્ટ્રાક્ટરો ના આદેશો ને અવગણી ને હડતાળ માં જોડાઈ ગયા છે.
કર્મચારીઓ અને ઉદ્યોગ હિત મા અને આ વિસ્તાર ના પ્રશ્નો માં હમેશા સક્રિય રહેતી રાજકીય પાર્ટીઓ ના આગેવાનો આ બાબતે મધ્યસ્થી કરે એવી લોક માંગણી પણ છે.
અત્રે યાદ આપવું જરૂરી કે અગાઉ ની હડતાળ વખતે પ્લાન્ટ બંધ ના થાય એ હેતુ થી ગાંધીનગર જીપીસીબી ના અધિકારીઓ એ પણ મધ્યસ્થી કરી હતી.
સલીમ પટેલ
પીરામણ
"વંદે માતરમ ,ભારત માતાકી જય"






