ભરૂચ ખાતે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં વિવિધ રેલ કર્મીઓની વિવિધ મુદ્દાઓ ઉપર યુનિયનના આગેવાનોની હાજરીમાં ચર્ચાઓ કરવામાં આવી હતી.
ભરૂચ ખાતે આવેલ મજદૂર સંઘના કાર્યાલય ખાતે વેસ્ટર્ન રેલવે ના મહામંત્રી તથા એન.એફ. આઈ.આર.ના ઉપાધ્યક્ષ જે.જી માહોરકર,ઝોનલ પ્રેસિડેન્ટ શરીફખાન પઠાણ,ભરૂચ વેસ્ટર્ન રેલવેના સેક્રેટરી પી.એસ.ચૌહાણ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠકમાં રેલવે દ્વારા કર્મચારીઓ માટે લાગુ ન્યૂ પેન્શન યોજના હટાવી દીધી છે.જેને ફરીથી લાગુ કરવા માટેની માંગ વિશે ચર્ચા કરી હતી.સરકાર રેલ.કર્મીઓની વિરોધી હોવાનું જણાવી ભવિષ્યમાં તેમની પડતર માંગણીઓ નહિ સ્વીકાર તો વર્ષ 2019માં હડતાલ અને ભૂખ હડતાળ જેવા જલદ કાર્યકમો કરવાની ચીમકી પણ સરકારને આપી હતી.સાથો સાથ ઉપસ્થિત રહેલા અન્ય હોદ્દેદારોએ પણ વિવિધ પડતર માંગણીઓને તંત્ર સમક્ષ રજૂ કરવાની ખારતી આપી હતી.
ધનંજય ઝવેરી:-9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




