ગુજરાતમાં ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ વિરોધ સાથે હડતાલ પાળી ધરણાં યોજ્યા હતા.

0
226

આજ રોજ ભરૂચના મકતમપુર વિસ્તારમાં આવેલી કૃષિ મહાવિદ્યાલય નવસારી કૃષિ વિશ્વવિદ્યાલય સાથે સંકળાયેલ ભરૂચ કેમ્પસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દ્રારા ગુજરાતમાં ચાલતી ખાનગી કૃષિ યુનિવર્સિટીઓ બંધ કરાવવાના વિરોધ પ્રદર્શન સાથે હડતાલ પાળી ધરણાં યોજ્યા હતા.

હાલમાં ગુજરાત રાજયમાં ચાલતી ખાનગી કૃષિ કોલેજો જેવી કે રાય યુનિવર્સિટી,પારૂલ યુનિવર્સિટી,મારવાડી યુનિવર્સિટી, તથા આર.કે યુનિવર્સિટી જે પોતાની કોલેજોમાં એગ્રીકલ્ચર ભણાવી રહ્યા છે જે ડીગ્રી આઈ.સી.એ.આઈ દ્રારા વેલીડ ગણવામાં આવતી નથી અને ઉચ્ચ શિક્ષણ કમિશનર દ્રારા તેવોને ચેતવણી આપી હોવા છતાં પણ તેવો હજુ વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા છે.જેમાં વિદ્યાર્થીઓએ પોતાના જોખમે એડમિશન લઈને ભણી રહ્યા છે.

ત્યારે સરકારી કૃષિ વિદ્યાલયો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્રારા આ અંગે વિરોધ નોંધાવી જલ્દી આ ખાનગી કૃષિ કોલેજો બંધ કરવાની માંગ સાથે બે દિવસ અગાઉ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આજ રોજ સોમવારના દિવસે વિદ્યાર્થીઓ દ્રારા હડતાલ પાળી ધરણાં યોજી હાથમાં બેનરો સહિત વિરોધ પ્રદર્શન યોજી સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો.

રિપોર્ટર :-પ્રકાશ મેકવાન,ભરૂચ. મો:-9537920203

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY