ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાની સુચના મુજબ ભરૂચએલ.સી.બી ના પોલીસ ઇન્સ્પેકટર જે.એન.ઝાલા નાઓના માર્ગદર્શન હેઠળ તથા ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ
વાય.જી.ગઢવી તથા સ્ટાફના પોલીસ માણસો દારૂની હેરફેર અટકાવવા સારૂ ને.હા.નં-૪૮ ઉપર પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન મળેલબાતમીઆધારેને.હા. નં-૪ ઉપર અંક્લેશ્વર વાલીયા ચોકડી ઓવરબ્રીજ ઉપર વોચમા હતા તે દરમ્યાન બાતમી મુજબની ઇન્ડીકા કાર નંબર- એમએચ-04-જીડી-1859 ની સુરત તરફથી આવતા કારને રોકાઇ જવા ઇશારા કરતા કાર ના ચાલકે ભરૂચ તરફના રોડ ઉપર પુરઝડપે હંકારી મુકેલ જેથી ટીમે ખાનગી વાહનો મારફતે કારને ઇમ કંપની સામે રોકી લઇ કાર ચાલક (૧) મિલનભાઇ ગજાનનભાઇ પટેલ ઉ.વ-૩૬ રહે-ભીમપોર પટેલ ફળીયુ, નાની દમણ,દમણ તથા તેની સાથેના એક કીશોર ને સાથે રાખી કારમા તપાસ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ના જુદી- જુદી બનાવટ ના કુલ પાઉચ નંગ-૩૬૬ ની કુલ કી.રૂ.૩૬,૬૦૦/- મળી આવતા દારૂ ના પાઉચ તથા ટાટા ઇન્ડીકા કાર તથા અન્ય મુદામાલ મળી કુલ.કી.રૂ.૨,૪૪,૧૭૦/- નો મુદ્દામાલ વધુ તપાસ અર્થે કબ્જે કરવામા આવેલ છે અને અંક્લેશ્વર શહેર પો.સ્ટે.મા ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





