હળવદમા બે ખાનગી ટ્યુશન ક્લાસિસને લાગ્યાં સિલ

0
125

હળવદ નગર પાલિકાની ફાયર એન્ડ સેફટી અંગેની કવાયત વચ્ચે આજે બે ટ્યુશન ક્લાસીસને સીલ કરી દેવામાં આવ્યા હતા અને ફાયર સેફ્ટીના સાધનો વસાવ્યા બાદ જ ખોલવાના મામલતદાર અને ચીફ ઓફિસરે આદેશ આપ્યો હતો.

હળવદમાં ચાલતા બે ખાનગી ટ્યુશન પર નગરપાલિકા દ્વારા તવાઈ બોલાવતા બન્ને ટ્યુશન ક્લાસિસને સીલ મારી દેવામાં આવ્યા હતા જેમાં સંસ્કાર એજ્યુકેશન અને બ્રિલીયન્ટ ટ્યુશન ક્લાસિસને પાલિકાએ ફાયર એન.ઓ.સી મેળવી તે બાદ જ ટ્યુશન ક્લાસીસ ચલાવવા નોટિસ પાઠવી તાકીદ કરી દીધી છે.
હળવદ નગરપાલિકા દ્વારા હળવદ મામલતદાર તથા પાલિકા સ્ટાફ દ્વારા ચકાસણી હાથ ધરી ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી એક્ટ 213 rules 214 ફાયર એન્ડ સેફટી રેગ્યુલેશન 216 તેમજ નેશનલ બિલ્ડીંગ કોડ જોગવાઈ અનુસાર નિયમોનું પાલન ન કરતા ટ્યુશન ક્લાસીસ ને ચકાસણી હાથ ધરી ને આજરોજ સીલ મારવામાં આવ્યા હતા,
સુરતની દુર્ઘટના બાદ હળવદ નગરપાલિકા તંત્ર સફાળુ જાગ્યુ હતું જેમાં શનિવારે જુદી જુદી શૈક્ષણિક સંસ્થાઓ, ટ્યુશન ક્લાસિસ તેમજ ખાનગી દવાખાનાઓને ૧૦ નોટિસ ફટકારી હતી અને હળવદ શહેરમાં ફાયર સેફ્ટીના સાધનો વસાવવા માટે તાકીદ કરી હતી. આજે હળવદ મામલતદાર વી,કે ,સોલંકી,ના,મામલતદાર,કણજરીયા,પાલીકા ના બિટુ મલીક તથા સ્ટાફ દ્વારા જુદા જુદા બે ટ્યુશન ક્લાસિસને સીલ મારી એનઓસી મેળવ્યા બાદ જ ટ્યુશન ક્લાસિસ ચાલુ કરવા માટે નોટિસ આપી હતી.
મયુર રાવલ હળવદ
મો 9909458555

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY