પોલીસ અધિક્ષક ભરૂચ રાજેન્દ્રસિંહ ચુડાસમાંના માર્ગદર્શન તથા નાયબ પોલીસ અધિક્ષક ડી.પી.વાઘેલાની સુચના મુજબ દહેજ મરીન પો.સ્ટે વિસ્તારમાં મિલ્કત વિરૂદ્ધના ગુનાઓ અટકાવવા સારૂ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એન. દેસાઇ તથા સ્ટાફના પોલીસ માણસો સાથે કોમ્બિંગ નાઈટમાં હતા દરમ્યાન બાતમી મળેલ કે જાગેશવર ગામે તળાવના કિનારે એક ટાવેરા ગાડી નં જીજે-૦૫-સી.એલ.-૫૫૮૧ ની પડેલ હતી જેમાં ચાર પાંચ વ્યક્તિઓ બેસેલા છે જે શંકાસ્પદ જણાય છે.જેથી બાતમીવાળી જગ્યાએ જઇ જોતા ટાવેરા ગાડીમાં બેસેલા ઇસમો પોલીસને જોઇને નાશવા જતા તેઓને ચારેય બાજુથી કોર્ડન કરી લઇ પકડી પાડી નામઠામ પુછતાં જેમાં એક ઈસમ (૧) સત્તાર મુખ્તારખાન પઠાણ હાલ રહે, યોક બજાર,વેડ દરવાજા,નાસીરનગર, ઝુપડપટટી,સુરત મુળ રહે,ગામ- અકબરપુર પોસ્ટ-સેગનપુર, થાના-કંપનીનો એ-૭ મોબાઈલ બ્લ્યુ કલરનો છે તે અયાના, તા જીઓરેયા (યુપી) તેની અંગ ઝડતી કરતા તેની પાસેથી સેમસંગ મોબાઈલ જેની કિંરૂ. ૫૦૦૦ છે. જે ટાવેરા ગાડીના રજીસ્ટ્રેશન કાગળોની માગણી કરતા તે નહી હોવાનું જણાવે છે. જેના આગળ પાછળ જોતા જેનો રજીસ્ટ્રેશન નં. જી જે-૦૫-સી.એલ.-૫૫૮૧ નો છે. જે ગાડીમાં ચેક કરતા ગાડીનો પાછળના ભાગેથી એક મોટુ કટર જે ફેન્સિંગ તથા કેબલ વાયરો કાપવા માટેનુ કટર જેની કિં.રૂ.૨૦૦/- તથા લાલ કલરની ટાવેરા ગાડીની કિં .૪,૦૦,૦૦૦/- તેમાં બેસેલ બીજા ઈસમોના નામઠામ પુછતા (૨) સબ્બીર મહમદ મલેક રહે, ગામ-દહેગામ, પટેલ ફળીયુ,તાજંબુસર જી ભરૂચ જેની અંગ ઝડતી કરતા એમ આઈ કંપનીનો રેડમી પ-એ મોબાઈલ જેની કિં.રૂ ૨૦૦૦/- (3) જીતેન્દ્રકુમાર જોગરાજભાઈ પઢીયાર હાલ રહે, મકાન નં.સી-૯૪, જ્યોતિનગર સોસાયટી, મખ્તમપુર, ભરૂચ મુળ રહે, ગામ-ડાખા પોસ્ટ-સીનધરી તા.સીનધરી જી.બાડમેર (રાજસ્થાન) (૪) સુરજીતસિંગ ગરીબસિંગ મજબીશેખ હાલ રહે, ગુરૂદ્વારા, રેલ્વે સ્ટેશનની બાજુમાં, ભરૂચ મુળ રહે, ગામ – લધામુંડા તા.બટાલા જી.ગુરૂદાસપુર (પંજાબ) જેની અંગ ઝડતી કરતા નોકિયા કંપનીનો ટી.એ. ૧૦૧૦ જેની કિં.રૂ. ૫૦૦/- (૫) નિરંજન ઉર્ફે લુલ્લુ બ્જબંધ નાયક હાલ રહે, મકાન નં.સી-૯૪, જ્યોતિનગર સોસાયટી,મકત્તમપુર, ભરૂચ,મુળ રહે, ગામ- કર્ણાવલ તા.ઠાકુરગઢ જી.અનુગોલ (ઓરીસ્સા) (૬)ગણેશકુમાર સકલદિપદાસ દાસ હાલ રહે, રૂમ નં.૧૦૫, ઓમકાલેશ્વર સોસાયટી, ઝાડેશ્વર રોડ, ભરૂચ મુળ રહે, ગામ- થાના- મોહદીનગર જી.સમસ્તીપુર (બિહાર) નાઓને ચોરી કરવાના સાધનો તથા ટાવેરા ગાડી બાબતે પુછતા તેઓ પાસે ગાડીના માલીકીના પુરાવા ન હોય તેમજ ઘર ફોડ ચોરી કરવાના સાધનો મળી આવતા શંકાસ્પદ લાગતા ટાવેરા ગાડી તથા મોબાઇલ ફોન જેની ફુલ કિંમત રૂપીયા-૪,૦૩,૭૦૦/-નો મુદામાલ સાથે પકડી લઇ સી.આર. પી.સી.કલમ-૪૧(૧)(ડી) મુજબ અટક કરી આગળની વધુ તપાસ ઈન્ચાર્જ પો.ઇન્સ. એસ.એન.દેસાઈ નાઓ ચલાવી રહેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





