શેરબજારમાં દિવસના અંતે કડાકો : સેન્સેક્સ ૧૮૪ અંક ગબડ્યો

0
6

મુંબઇ,તા.૪
આજે શેરબજારમાં દિવસના અંતે કડાકો થયો છે. જેમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ -૧૮૪.૦૮ પોઇન્ટ ઘટીને ૪૦,૦૮૩.૫૪ ની સપાટીએ બંધ થયો છે. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૬૬.૯૦ પોઈન્ટ ઘટીને ૧૨,૦૨૧.૬૫ ની સપાટીએ બંધ થયો છે.
આજે દિવસની શરૂઆત થતા શેરબજારમાં નજીવો ઘટાડો જાવા મળ્યો હતો. પણ સેન્સેક્સે ૪૦,૦૦૦નો આંકડો ક્રોસ કરીને ગઇકાલથી ટકેલો છે. આજે શેરબજારમાં બીએસઇના ૩૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ -૧.૪૬ પોઇન્ટ ઘટીને ૪૦,૨૬૬.૧૬ ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો. બીજી બાજુ, એનએસઈના ૫૦ શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી -૩.૯૫ પોઈન્ટ ઘટીને ૧૨,૦૮૪.૬૦ ની સપાટીએ ટ્રેડ થઇ રહ્યો હતો.
બીજી તરફ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ તુટવાની સાથોસાથ ડોલર સામે રૂપિયાની મજબૂતાઈની પણ બજાર પર સાનુકૂળ અસર જાવા મળી હતી. તેમજ ટ્રેડવોરના મુદ્દાને લઈને ઉદ્ભવેલ પ્રતિકૂળ સંજાગો આ ઉથલ પાથલ પાછળ કારણભૂત જણાઇ રહ્યાં છે.
બીએસઇ પર યસ બેન્કનો શેર ૧.૮૪ ટકા, ટાટા મોટર્સનો ડીવીઆર ૧.૪૭ ટકા, એનટીપીસી ૧.૩૯ ટકા, પાવરગ્રીડ ૧.૦૬ ટકા અને એલએન્ડટીના શેરમાં ૧.૦૧ ટકાનો વધારો થયો હતો. જ્યારે એનએસઇ પર ડો.રેડ્ડીના શેર પર ૨.૧૪ ટકા, ટાટા મોટર્સ ડીવીઆરમાં ૧.૩૨ ટકા, યસ બેન્કમાં ૧.૨૦ ટકા, એલએન્ડટીમાં ૧.૧૩ ટકા અને વેદાંત લિમિટેડના શેરમાં ૧.૧૦ ટકાનો વધારો થયો હતો.
બીએસસી પર હિરો મોટોકોર્પનો શેર ૨.૦૧ ટકા, ટીસીએસ ૨ ટકા, એચસીએલ ટેક ૧.૭૫ ટકા, એશિયન પેઇન્ટ્‌સ ૧.૩૧ ટકા અને બજાજ ઓટો ૧.૧૩ ટકા ઘટ્યો હતો. એનએસઈ પર એચસીએલ ટેક ૨.૦૩%, ઇન્ફોસિસ ૧.૧૦%, બીપીસીએલ ૦.૯૭% અને ટીસીએસ ૦.૮૩% પટકાયો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY