વલસાડ,તા.૭
વલસાડની સામાન્ય સભામાં અનોખા અંદાજમાં એક સભ્યનો વિરોધ જોવા મળ્યો હતો. રજૂઆતો છતા કામ ન થવાથી ભાજપના એક સભ્યએ સામાન્ય સભામાં રમકડાંવાળી કરી હતી. આમ, આ વિરોધને પગલે વલસાડની સામાન્ય સભામાં અજીબ દ્રશ્યો જોવા મળ્યા હતા. સત્તાધારી પક્ષના જ સભ્યએ આવી રીતે વિરોધ કરતા વલસાડની આ સામાન્ય સભા ચર્ચાનો વિષય બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વલસાડમાં સત્તાધારી ભાજપના સભ્ય ઉજેશ પટેલનો અનોખો વિરોધ જોવા મળ્યો હતો. ભાજપના સભ્ય ઊજેશ પટેલે મોઢે પટ્ટી બાંધી સભામાં એન્ટ્રી કરી હતી. એટલું જ નહિ, તેઓ સમગ્ર સભામાં પટ્ટી બાંધીને જ બેસ્યા હતા, અને સાથે જ સાથે ચાલુ સભામાં જ રમકડાં રમતા દેખાયા હતા. અનેક રજૂઆતો છતાં પોતાના વિસ્તારમાં કોઈ કામ નહિ થતાં હોવાથી તેમણે વિરોધનો અનોખો પ્રયાસ અપનાવ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




